Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યહૂદિયા પર યહોરામ રાજા
( ૨ રા. ૮:૧૭-૨૪ )

1 યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. તેને દાઉદનગરમા પોતાના પિતૃઓની સાથે દાટવામાં આવ્યો. તેની જગાએ તેના પુત્ર યહોરામે રાજ કર્યું.

2 તેના ભાઈઓ, એટલે યહોશાફાટના પુત્ર અઝાર્યા, મિખાએલ તથા શફાટ્યા હતાં. એ સર્વ ઇઝરાયલના રાજા યહોશાફાટના પુત્રો હતા.

3 તેઓના પિતાએ તેઓને સોનારૂપી તથા કિમતી વસ્તુઓની મોટી બક્ષિસો આપી, અને તે ઉપરાંત યહૂદિયામાં કિલ્લાવાળાં નગરો આપ્યાં હતા. પણ રાજ્ય તો તેણે યહોરામને આપ્યું હતું, કેમ કે એ જ્યેષ્ઠ પુત્ર હતો.

4 હવે યહોરામે પોતાના પિતાના રજ્યાસન પર બેઠા પછી તથા બળવાન થયા પછી પોતાના સર્વ ભાઈઓને તથા ઇઝરાયલના કેટલાંક સરદારોને પણ તરવારથી મારી નાખ્યાં.

5 યહોરામ રાજ કરવા લાગ્યો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યુ.

6 જેમ આહાબના કુટુંબીઓએ કર્યું તેમ તે પણ ઇઝરાયલના રાજાઓના માર્ગે ચાલ્યો. કેમ કે તે આહાબની દીકરીની સાથે પરણ્યો હતો. યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું.

7 તો પણ યહોવાએ દાઉદની સાથે જે કરાર કર્યો હતો તેને લીધે, અને તેને તથા તેના વંશજોને તેમનું રાજ્ય કાયમ રાખવાનું પ્રભુએ જે વચન આપ્યુ હતું તેને લીધે દાઉદના કુટુંબનો નાશ કરવા તે ચાહતો ન હતો.

8 તેની કારકિર્દીમાં અદોમે યહૂદિયાની સામે બળવો કરીને પોતાના ઉપર એક જૂદો રાજા ઠરાવ્યો.

9 ત્યારે અહોરામે પોતાના સરદારો તથા પોતાની સાથે સર્વ રથો લઈને તેમના પર ચઢાઈ કરી. તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસ ઘેરો કરનાર અદોમીઓને તથા રથાધિપતિઓને મારી નાખ્યા.

10 એ પ્રમાણે વળવો કરીને અદોમ યહૂદિયાના તાબા નીચેથી નીકળી ગયો, ને આજ સુધી તેમ જ છે, પછી તે જ સમયે લિબ્નાએ પણ તેની સામે બળવો કર્યો, કેમ કે તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો હતો.

11 વળી તેણે યહૂદિયાના પર્વતોમાં ઉચ્ચસ્થાનો પણ બનાવ્યાં, ને યરુશાલેમનાં રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી, ને યહૂદિયાના લોકોને ખોટે રસ્તે દોર્યા.

12 એલિયા પ્રબોધક તેના ઉપર એક એવો એક પત્ર આવ્યો કે, “તારા પિતા દાઉદના ઈશ્વર યહોવા એમ કહે છે કે, તું તારા પિતા યહોશાફાટને માર્ગે કે યહૂદિયાના રાજા આસાને માર્ગે ન ચાલતાં,

13 ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો છે, ને આહાબના કુટુંબની જેમ તે યહૂદિયા તથા યરુશાલેમનાં રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી છે. અને તારા પિતાના કુટુંબના તારા ભાઈઓ જે તારા કરતાં સારા હતાં, તેઓને પણ તેં મારી નાખ્યાં છે.

14 એ માટે, યહોવા તારી પ્રજાને, તારા વંશજોને, તારી પત્નીઓને તેમ જ તારા સર્વસ્વને ભારે નુકસાન પહોંચાડશે.

15 અને આંતરડાંના રોગની ભારે બીમારી લાગું પડશે, એ રોગ એટલો બધો વધશે કે તેથી તારા આંતરડાં દર વર્ષે ખરી પડશે.”

16 યહોવાએ પલિસ્તીઓને અને કૂશીઓની પડોશમાં વસનાર આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા.

17 તેઓ યહૂદિયા પર ચઢી આવીને તેની અંદર ઘૂસી ગયા. અને રાજાનાં મહેલમાં જે સર્વ સંપત્તિ તેઓને મળી તેનું. તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું પણ તેઓ હરણ કરી ગયાં; તેથી તેના દીકરાઓમાં સૌથી નાના યહોઆહાઝ સિવાય તેને એક દીકરો રહ્યો નહિ.

18 સર્વ બનાવ બન્યા પછી યહોવાએ તેને આંતરડાંનો અસાધ્ય રોગ લાગું કર્યો.

19 તેથી કેટલોક વખત વીત્યા પછી, એટલે એ વર્ષેને અંતે, એ રોગને લીધે તેનાં આંતરડાં ખરી પડ્યાં, ને એ દુ:ખદાયક રોગથી તે મરણ પામ્યો. તેના લોકોએ તેના પિતૃઓને માટે જેવું દહન કર્યું હતું તેવું દહન તેને માટે કર્યું નહિ.

20 તે રાજા થયો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમા આઠ વર્ષ સુધી રાજ કર્યું. તે લોકોને અપ્રિય થઈ પડ્યો હતો. તેથી તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો ખરો, પણ રાજાઓની કબરોમાં નહિ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan