Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 થેસ્સલોનિકીઓ 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઈશ્વર પિતામાં તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકામાંની મંડળી પ્રતિ લખનાર પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી:તમને કૃપા તથા શાંતિ થાઓ.


થેસ્સાલોનિકાની મંડળીનું જીવન અને વિશ્વાસ

2 અમારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને, અમે સદા તમો સર્વ વિષે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ;

3 કેમ કે આપણા ઈશ્વર તથા પિતાની આગળ તમારાં વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દઢ આશા, અમે નિરંતર સંભારીએ છીએ.

4 ઈશ્વરના વહાલા ભાઈઓ, તમને પસંદ કરવામાં આવ્યા છે એ અમે જાણીએ છીએ;

5 કેમ કે અમારી સુવાર્તા માત્ર શબ્દથી નહિ, પણ સામર્થ્યથી, પવિત્ર આત્માથી તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી. એમ જ અમે તમારી ખાતર તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યા, એ તમે જાણો છો

6 અને તમે ઘણી વિપત્તિઓ સહન કરીને પવિત્ર આત્માના આનંદસહિત [પ્રભુની] વાત સ્વીકારીને અમને તથા પ્રભુને અનુસરનારા થયા.

7 જેથી તમે મકદોનિયા તથા અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા.

8 કેમ કે માત્ર મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાત ફેલાઈ એટલું જ નહિ, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો. એ વિષે અમારે કંઈ કહેવાની અગત્ય નથી.

9 કેમ કે તમારામાં અમારો પ્રવેશ કઈ રીતે થયો, અને તમે જીવતા તથા ખરા ઈશ્વરની સેવા કરવાને,

10 અને [ઈશ્વર] ના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી ઉઠાડયા, તેમની આકાશથી આવવાની રાહ જોવાને, તમે શી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વરની તરફ ફર્યા, એ [બધી વાતો લોકો] પોતે અમારા વિષે પ્રગટ કરે છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan