Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


બંદિવાસમાંથી પાછા ફરેલા લોકો

1 એમ સર્વ ઇઝરાયલની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી. તેઓ ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં નોધેલા છે. યહૂદાને તેના પાપને લીધે બાબિલમાં કેદી તરીકે લઈ જવામાં આવ્યો હતો.

2 પોતપોતાના વતનોનાં નગરોમાં જે પ્રથમ રહેવા આવ્યા તે તો ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ તથા નથીનીમ હતા.

3 યહૂદાના પુત્રોમાંના, બિન્યામીનના પુત્રોમાંના, એફ્રાઇમના તથા મનાશ્શાના પુત્રોમાંના જેઓ યરુશાલેમમાં રહેતા હતા તે આ છે:

4 યહૂદાના પુત્ર પેરેસના વંશજોમાંથી બાનીના પુત્ર ઇમ્રીના પુત્ર ઓમ્રીના પુત્ર આમિહૂદનો પુત્ર ઉથાય.

5 શીલોનીઓમાંના : તેનો જ્યેષ્ઠ પુત્ર અસાયા તથા તેના પુત્રો.

6 ઝેરાના પુત્રોમાંના : યેઉએલ તથા તેના ભાઈઓ, છસો નેવું.

7 બિન્યામીનના પુત્રોમાંના હાસ્સેનુઆના પુત્ર હોદ્દાવ્યાના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ:

8 યરોહામનો પુત્ર યિબ્નિયા, મિખ્રીના પુત્ર ઉઝઝીનો પુત્ર એલા, યિબ્નિયાના પુત્ર રેઉએલના પુત્ર શફાટ્યાનો પુત્ર મશુલ્લામ;

9 તેઓની વંશાવળીઓ પ્રમાણે તેઓના ભાઈઓ નવસો છપ્પન હતા. એ સર્વ પુરુષો તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો હતા.


યરુશાલેમમાં વસતા યાજકો

10 યાજકોમાંના : યદાયા, યહોયારીબ તથા યાકીન.

11 અહિટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામના પુત્ર હિલ્કિયાનો પુત્ર આઝાર્યા ઈશ્વરના મંદિરનો કારભારી.

12 માલ્કિયાના પુત્ર પાશ્હૂરના પુત્ર યરોહામનો પુત્ર અદાયા. ઇમ્મેરના પુત્ર મશિલ્લેમિથના પુત્ર મશુલ્લામના પુત્ર યાહઝેરાના પુત્ર અદીએલનો પુત્ર માસાય;

13 અને તેઓના ભાઈઓ, તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો, એક હજાર સાતસો સાઠ હતા. તેઓ ઈશ્વરના મંદિરની સેવાના કામમાં ઘણા કુશળ પુરુષો [હતા.]


યરુશાલેમમાં વસતા લેવીઓ

14 લેવીઓમાં [એટલે] મરારીના પુત્રોમાંના : હબાશ્યાના પુત્ર આઝીકામના પુત્ર હાશુબનો પુત્ર શમાયા.

15 બાક-બાક્કાર, હેરેશ તથા ગાલાલ, ને આસાફના પત્ર ઝિખ્રીના પુત્ર મિખાનો પુત્ર માત્તાન્યા.

16 યદૂશૂનના પુત્ર ગાલાલના પુત્ર શમાયાનો પુત્ર ઓબાદ્યા, ને એલ્કાનાના પુત્ર આસાનો પુત્ર બેરેખ્યા, તેઓ નટોફાથીઓનાં ગામોના રહેવાસીઓ હતા.


યરુશાલેમમાં વસતા મંદિરના દ્વારપાળો

17 દ્વારપાળો:શાલુમ, આક્કુબ, ટાલ્મોન, અહિમાન તથા તેઓના ભાઇઓ; તેઓમાં શાલુમ મુખ્ય હતો,

18 એ વખત સુધી તે રાજાના પૂર્વ દિશાના દરવાજાનો [રક્ષક] હતો. તેઓ લેવીના પુત્રોની છાવણીના દ્વાપાળો હતા.

19 કોરાહના પુત્ર એલ્યાસાફના પુત્ર કોરેનો પુત્ર શાલુમ, ને તેના પિતાના કુટુંબના તેના ભાઈઓ, એટલે કોરાહીઓ, સેવાના કામ પર હતા. તેઓ મંડપના દ્વારપાળો હતા. તેઓના પિતૃઓ યહોવાની છાવણીનું નાકું સંભાળનારા હતા.

20 ગતકાળમાં એલાઝારનો પુત્ર ફીનહાસ તેઓનો ઉપરી હતો, યહોવા તેની સાથે હતા.

21 મશેલેમ્યાનો પુત્ર ઝખાર્યા મુલાકાતમંડપનો દ્વારપાળ હતો.

22 એ સર્વને દરવાજાના દ્વારપાળ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા, તેઓને દાઉદે તથા શમુએલ દષ્ટાએ તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા.

23 એમ તેઓનું તથા તેઓના પુત્રોનું કામ યહોવાના મંદિરનાં દ્વારોની, એટલે [મુલાકાત] મંડપની, વારા પ્રમાણે ચોકી કરીને સંભાળ રાખવાનું હતું,

24 દ્વારપાળો ચારે બાજુએ હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ.

25 તેઓના જે ભાઈઓ તેઓનાં ગામોમાં હતા, તેઓને સાત સાત દિવસને આંતરે વારાફરતી તેઓની સાથે ભાગ લેવા આવવાનું હતું,

26 કેમ કે ચાર મુખ્ય દ્વારપાળો જે લેવીઓ હતા તેઓ અમુક કામ પર હતા, અને ઈશ્વરના મંદિરની ઓરડીઓ પર તથા ભંડારો પર નીમેલા હતા.

27 તેઓ ઈશ્વરના મંદિરની આસપાસ રહેતા હતા, કેમ કે તે તેમના હવાલામાં હતું. દર સવારે તે ઉઘાડવાનું કામ તેઓનું હતું.


બીજા લેવીઓ

28 તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાનાં પાત્રો હતાં. તેઓ તે ગણીને અંદર લાવતા, ને ગણીને તે બહાર લઈ જતા.

29 વળી તેઓમાંના કેટલાક ને રાચરચીલું, પવિત્રસ્થાનનાં સર્વ પાત્રો, મેંદો, દ્રાક્ષારસ, તેલ, લોબાન તથા સુંગધીદ્રવ્ય સાચવવા માટે નીમવામાં આવ્યા હતા.

30 યાજકના પુત્રોમાંના કેટલાક સુંગધીઓની મેળવણી તૈયાર કરનારા હતા.

31 શાલુમ કોરહીનો જ્યેષ્ઠ પુત્ર માત્તિથ્યા, જે એક લેવી હતો, તેને તવા પર શેકાયેલી ચીજો [સંભાળી રાખવાનું] કામ સોંપવામાં આવ્યું હતું.

32 કહાથીઓના પુત્રમાંના કેટલાક ભાઈઓને દર વિશ્રામવારે અર્પણ કરવાની રોટલી તૈયાર કરવાનું કામ સોપવામાં આવ્યું હતું.

33 આ ગવૈયાઓ હતા. તેઓ લેવીઓના પિતૃઓનાં કુટુંબોના વડીલો હતા. તેઓ ઓરડાઓમાં રહેતા હતા, ને [બીજા કામથી તેઓ] મુક્ત [હતા] ;કેમ કે તેઓ રાતદિવસ પોતાના જ કામમાં ગૂંથાયેલા રહેતા હતા.

34 એ લેવીઓના પિતૃઓનાં [કુટુંબોના] વડીલો હતા, એટકે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.


શાઉલના પૂર્વજો અને વંશજો
( ૮:૨૯-૩૮ )

35 ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું.

36 આબ્દોન તેનો જ્યેષ્ઠ પુત્ર, પછી સૂર, કીશ, બાર, નેર, નાદાબ;

37 ગદોર આહ્યો ઝખાર્યા તથા મિકલોથ હતા.

38 મિકલોથથી શિમામ થયો. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.

39 નેરથી કીશ થયો. કીશથી શાઉલ થયો. શાઉલથી યોનાથાન, માલ્કી-શુઆ, અબિનાદાબ તથા એશ્બાલ થયા.

40 યોનાથાનનો પુત્ર મરીબ્બાલ હતો મરીબ્બાલથી મિખા થયો.

41 મિખાના પુત્રો:પિથોન, મેલેખ, તાહરેઆ [તથા આહાઝ].

42 આહાઝથી યારા થયો. યારાથી આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રીથી મોસા થયો.

43 મોસાથી બીનઆ થયો. તેનો પુત્ર રફાયા, તેનો પુત્ર એલાસા, ને તેનો પુત્ર આસેલ.

44 આસેલને છ પુત્રો હતા, તેઓનાં નામ આ છે.:આઝીકામ, બોખરું, ઈશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન; એ આસેલના પુત્રો હતા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan