Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


બિન્યામીનના વંશજો

1 બિન્યામીનનો જ્યેષ્ઠ પુત્ર બેલા, બીજો આશ્બેલ, ત્રીજો આહાર;

2 ચોથો નોહા ને પાંચમો રાફા થયો.

3 બેલાને આ પુત્રો હતા : આદ્દાર, ગેરા, (જેનો પુત્ર એહૂદ હતો);

4 અબી-શૂઆ, નામાન, અહોઆ;

5 શફૂફાન તથા હૂરામ.

6 એહૂદના પુત્રો:એ ગેબાના રહેવાસીઓના પિતૃઓનાં કુટુંબના સરદારો હતા. તેઓ તેઓને કેદ કરીને માનાહાથમાં લઈ ગયા.

7 નામાન, અહિયા, તથા ગેરા તેઓને તે કેદ પકડી ગયા. તેનાથી યુઝઝા તથા અહિહુદ થયા.

8 તેણે તેઓને મોકલી દીધા પછી શાહરાઈમને મોઆબના પ્રદેશમાં સંતાન થયાં. તેની પત્નીઓ હુશીમ તથા બારા હતી.

9 તેને તેની પત્ની હોદેશને પેટે યોબાબ, સિબ્યા, મેશા માલ્કામ;

10 યેઉસ, શાખ્યા તથા મિર્મા થયા, એ તેના પુત્રો, તેઓના પિતૃઓનાં [કુટુંબોના] સરદરો હતા.

11 હુશીમને પેટે તેને અબિટુબ તથા એલ્પાલ થયા.

12 એલ્પાલના પુત્રો:એબેર મિશામ, તથા શેમેદ, જેણે ઓનો તથા લોદ તેમના કસબાઓ સહિત વસાવ્યાં.


બિન્યામીનીઓ ગાથ અને આયાલોનમાં

13 બરિયા તથા શેમા, જે આયાલોનના રહેવાસીઓના પિતૃઓનાં [કુટુંબોના] સરદારો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને નસાડી મૂકયાં.

14 આહ્યો, શાશાક તથા યરેમોથ;

15 ઝબાદ્યા, અરાદ, એદેર;

16 મિખાએલ, યિશ્પા તથા યોહા, એ બરિયાના પુત્રો.


બિન્યામીનીઓ યરુશાલેમમાં

17 ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર;

18 યિશ્મરાય, યિઝલીઆ તથા યોઆબ, એ એલ્પાલના પુત્રો.

19 યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી;

20 અલિએનાય, સિલ્લાથય, અલીએલ;

21 અદાયા, બરાયા તથા શિમ્રાથ, એ શિમઈના પુત્રો.

22 યિશ્પાન, એબેર, અલીએલ;

23 આબ્દોન, ઝિખ્રી, હાનાન,

24 હનાન્યા, એલામ, આન્થોથિયા.

25 યિફદયા તથા પનુએલ એ શાશાકના પુત્રો.

26 શામ્શરાય, શહાર્યા, અથાલ્યા.

27 યારેશ્યા, એલિયા તથા ઝિખ્રી, એ યરોહામના પુત્રો.

28 એ તેઓનાં પિતૃઓનાં [કુટુંબોના] સરદારો તથા તેમના જમાનાઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.


બિન્યામીનીઓ ગિબ્યોન અને યરુશાલેમમાં

29 ગિબ્યોનમાં ગિબ્યોનનો પિતા [યેઈએલ] રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું.

30 તેનો જ્યેષ્ઠ પુત્ર આબ્દોન, તથા સૂર, કીશ, બાલ, નાદાબ;

31 ગદોર, આહ્યો તથા ઝેખેર હતા.

32 મિકલોથથી શિમા થયો. તેઓ પણ પોતાના ભાઈઓની સામે યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.


શાઉલનું કુટુંબ

33 નેરથી કીશ થયો, અને કીશથી શાઉલ થયો. શાઉલથી યોનાથાન, માલ્કી-શૂઆ, અબિનાદાબ તથા એશ્બાલ થયા.

34 યોનાથાનનો પુત્ર મરીબ્બાલ હતો. મરીબ્બાલથી મિખા થયો.

35 મિખાના પુત્રો:પિથોન, મેલેખ, તારેઆ, તથા આહાઝ.

36 આહાઝથી યહોઆદ્દા થયો. અને યહોઆદ્દાથી આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી થયા. ઝિમ્રીથી મોસા થયો.

37 મોસાથી બિનઆ થયો. તેનો પુત્ર રાફા હતો, એનો પુત્ર એલાસા, એનો પુત્ર આસેલ.

38 આસેલને છ પુત્રો હતા. તેઓના નામ આ છે: આઝીકામ, બોખરુ, એશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન. એ સર્વ આસેલના પુત્રો હતા.

39 તેના ભાઈ આશેકના પુત્રો:તનો જ્યેષ્ઠ પુત્ર ઉલામ, બીજો યેઉશ, ને ત્રીજો અલીફેલેટ.

40 ઉલામના પુત્રો પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓને ઘણા પુત્રો ને પુત્રોના પુત્રો, એટલે એકસો પચાસ હતા. એ સર્વ બિન્યામીનનાં વંશના હતાં.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan