Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


લેવીકુળના પ્રમુખ યાજકોની વંશાવળી

1 લેવી પુત્રો:ગેર્શોન, કહાથ તથા મરારી.

2 કહાથના પુત્રો:અમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝ્ઝીએલ.

3 આમ્રામનાં સંતાન:હારુન, મૂસા તથા મરિયમ, હારુનના પુત્રો:નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.

4 એલાઝારથી ફીનહાસ થયો, ફીનહાસથી આબીશૂઆ થયો;

5 આબીશૂઆથી બુક્કી થયો, બુક્કીથી ઉઝ્ઝી થયો.

6 uઝ્ઝીથી ઝરાહયા થયો, ઝરાહયાથી મરાયોથ થયો.

7 મરાયોથથી અમાર્યા થયો, અમાર્યાથી અહિટૂબ થયો.

8 અહિટૂબથી સાદોક થયો, સાદોકથી અહિમાસ થયો.

9 અહિમાસથી અઝાર્યા થયો. અને અઝાર્યાથી યોહાનાન થયો.

10 યોહાનાનથી અઝાર્યા થયો (સુલેમાને યરુશાલેમમાં જે મંદિર બાંધ્યું, તેમાં જે યાજકપદ ભોગવતો હતો તે જ એ છે.)

11 અઝાર્યાથી અમાર્યા થયો, અમાર્યાથી અહિટૂબ થયો.

12 અહિટૂબથી સાદોક થયો, સાદોકથી શાલુમ થયો;

13 શાલુમથી હિલ્કિયા થયો, હિલ્કિયાથી અઝાર્યા થયો.

14 અઝાર્યાથી સરાયા થયો, ને સરાયાથી યહોસાદાક થયો.

15 જ્યારે યહોવાએ નબુખાદનેસ્સારની મારફતે યહૂદિયા તથા યરુશાલેમ [ના લોક] નું હરણ કરાવ્યું, ત્યારે યહોસાદાકને [બંદીવાસમાં] લઈ જવામાં આવ્યો.


લેવીકુળના અન્ય વંશજો

16 લેવીના પુત્રો:ગેર્શોન, કહાથ તથા મરારી.

17 ગેર્શોનના પુત્રોનાં નામ આ છે; લિબ્ની તથા શિમઈ

18 અને કહાથના પુત્રો:આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝ્ઝીએલ.

19 મરારીના પુત્રો:માહલી તથા મૂશી. લેવીઓનાં કુરુંબો અનુક્રમે આ પ્રમાણે છે:

20 ગેર્શોનનો પુત્ર લિબ્ની, એનો પુત્ર યાહાથ, એનો પુત્ર ઝિમ્મા,

21 એનો પુત્ર યોઆહ, એનો પુત્ર યિદ્દો, એનો પુત્ર ઝેરા, એનો પુત્ર યેઆથરાય.

22 કહાથનો પુત્ર અમિનાદાબ એનો પુત્ર કોરા, એનિ પુત્ર આસ્સીર.

23 એનો પુત્ર એલ્કાના, એનો પુત્ર એબ્યાસાફ, એનો પુત્ર આસ્સીર.

24 એનો પુત્ર તાહાથ, એનો પુત્ર ઉરીએલ, એનો પુત્ર ઉઝિયા, એનો પુત્ર શાઉલ.

25 એલ્કાનાના પુત્રો:અમાસાય તથા અહિમોથ.

26 એલ્કાનાની વંશાવળી:એલ્કાનાનો પુત્ર સોફાય, એનો પુત્ર નાહાથ,

27 એનો પુત્ર એલિયાબ, એનો પુત્ર યરોહામ, એનો પુત્ર એલ્કાના.

28 શમૂએલનાપુત્રો:જ્યેષ્ઠપુત્ર યોએલ. તથા બીજો અબિયા.

29 મરારીનો પુત્ર માહલી, એનો પુત્ર લિબ્ની, એનો પુત્ર શિમઈ, એનૌ પુત્ર ઉઝ્ઝા.

30 એનો પુત્ર શિમા, એનો પુત્ર હાગ્ગિયા, ને એનો પુત્ર અસાયા.


મંદિરના સંગીતકારો

31 કોશને એક જગ્યાએ ઠરીઠામ કર્યા પછી યહોવાના મંદિરમાં ભજન કરવા માટે જેઓને દાઉદે નિમ્યા તેઓ આ છે.

32 સુલેમાને યહોવાનું મંદિર યરુશાલેમમાં બાંધ્યું નહોતું, ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકતમંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ અનુક્રમે વારા પ્રમાણે પોતાના કામ પર હાજર રહેતા હતા.

33 જેઓ હાજર રહેતા તેઓ તથા તેઓના પુત્રો નીચે પ્રમાણે છે: કહાથીઓના પુત્રોમાંનો ગવૈયો હેમાન, એ યોએલનો પુત્ર, ને એ શમૂએલનો પુત્ર;

34 અને એ એલ્કાનાનો પુત્ર, ને એ યરોહામનો પુત્ર તે એ અલિયેલનો પુત્ર, ને એ તોઆનો પુત્ર;

35 અને એ સૂફનો પુત્ર, ને એ એલ્કાનાનો પુત્ર, જે એ માહાથનો પુત્ર, ને એ અમાસાયનો પુત્ર;

36 અને એ એલ્કાનાનો પુત્ર, ને એ યોએલનો પુત્ર, ને એ અઝાર્યાનો પુત્ર, ને એ સફાન્યાનો પુત્ર;

37 અને એ તાહાથનો પુત્ર, ને એ આસ્સીરનો પુત્ર, ને એ એબ્યાસાફનો પુત્ર, ને એ કોરાનો પુત્ર;

38 અને એ યિસ્હારનો પુત્ર, ને એ કહાથનો પુત્ર, ને એ લેવીનો પુત્ર, ને એ ઇઝરાયલનો પુત્ર.

39 તેને જમણે હાથે ઊભો રહેનાર તેનો ભાઈ આસાફ, એ આસાફ બેરેખ્યાનો પુત્ર, ને એ શિમઆનો પુત્ર.

40 અને એ મિખાએલનો પુત્ર, ને એ બાસેયાનો પુત્ર, ને એ માલ્કિયાનો પુત્ર.

41 ને એ એથ્નીનો પુત્ર, ને એ ઝેરાનો પુત્ર, ને એ અદાયાનો પુત્ર;

42 અને એ એથાનનો પુત્ર, ને એ ઝિમ્માનો પુત્ર, ને એ શિમઈનો પુત્ર;

43 અને એ યાહાથનો પુત્ર, ને એ ગેર્શોમનો પુત્ર, ને એ લેવીનો પુત્ર.

44 ડાબે હાથે તેઓના ભાઈઓ, એટલે મરારીના પુત્રો [ઊભા રહેતા હતા] ; [તેઓનો મુખ્ય] એથાન કશીનો પુત્ર, ને એ આબ્દીનો પુત્ર, ને એ માલ્લૂખનો પુત્ર.

45 અને એ હશાબ્યાનો પુત્ર, ને એ અમાસ્યાનો પુત્ર, ને એ હિલ્કિયાનો પુત્ર;

46 અને એ આમ્સીનો પુત્ર, ને એ બાનીનો પુત્ર, ને એ શેમેરનો પુત્ર.

47 અને એ માહલીનો પુત્ર, ને એ મૂશીનો પુત્ર, ને એ મરારીનો પુત્ર, ને એ લેવીનો પુત્ર.

48 તેમના લેવી ભાઈઓ ઈશ્વરના મંડપની સર્વ સેવાને માટે નિમાયેલા હતા.


હારુનના વંશજો

49 પણ હારુન તથા તેના પુત્રો દહનીયાર્પણની વેદી પર તથા ધૂપવેદી પર, પરમપવિત્રસ્થાનના સર્વ કામને માટે, તથા ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા માટે ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે, અર્પણ ચઢાવતા હતા.

50 હારુનના પુત્રો આ છે: એટલે તેનો પુત્ર એલાઝાર, એનો પુત્ર ફીનહાસ, એનો પુત્ર અબિશૂઆ;

51 એનો પુત્ર બુક્કી, એનો પુત્ર ઉઝ્ઝી, એનો પુત્ર ઝરાયા;

52 એનો પુત્ર મરાયોથ, એનો પુત્ર અમાર્યા, એનો પુત્ર અહિટૂબ.

53 એનો પુત્ર સાદોક, અને એનો પુત્ર અહિમાસ.


લેવીઓનાં વસવાટ-સ્થાનો

54 હવે તેઓને રહેવાને જે ચતુ:સીમાઓ ઠરાવી આપી હતી તે પ્રમાણે તેઓનાં રહેઠાણો આ હતાં:હારુનના પુત્રોનાં, એટલે કહાથીઓનાં કુટુંબોનાં [રહેઠાણો] , કેમ કે [પહેલો] હિસ્સો તેઓનો હતો.

55 તેઓને તેઓએ યહૂદિયા દેશમાં હેબ્રોન તથા તેની આસપાસનાં તેનાં પાદરો આપ્યાં.

56 પણ તે નગરનાં ખેતરો તથા તેનાં ગામો, તેઓએ યફુન્નેના પુત્ર કાલેબને આપ્યાં.

57 હારુનના પુત્રોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્ના તેનાં પાદરો સહિત, યાત્તીર તથા એશ્તમોઆ તેમનાં પાદરો સહિત;

58 હિલેન તેનાં પાદરો સહિત, દબીર તેનાં પાદરો સહિત;

59 આશન તેના પાદરો સહિત, તથા બેથ-શેમેશ તેનાં પાદરો સહિત;

60 બિન્યામીનના કુળમાંથી ગેબા તેનાં પાદરો સહિત, આલ્લેમેથ તેનાં પાદરો સહિત, તથા અનાથોથ તેના પાદરો સહિત. તેઓના સર્વ કુટુંબોનાં બધા મળીને તેર નગરો હતા.

61 કહાથના બાકીના પુત્રોને ચિઠ્ઠીઓ નાખવાથી એફ્રાઈમ, દાન તથા મનાશ્શાના આર્ધ કુળમાંથી દશ નગરો મળ્યાં.

62 ગેર્શોમના પુત્રોને તેઓનાં કુટુંબો પ્રમાણે ઈસ્સાખારનાં કુળમાંથી, આશેરનાં કુળમાંથી, નફતાલીના કુળમાંથી તથા મનાશ્શાના કુળમાંથી બાશાનમાં તેર નગરો [મળ્યાં].

63 મરારીના પુત્રોને, તેઓના કુટુંબો પ્રમાણે, રુબેનનાં કુળમાંથી તથા ઝબુલોનના કુળમાંથી‍ ચિઠ્ઠીઓ નાખવાથી બાર નગરો [મળ્યાં].

64 ઇઝરાયલી લોકોએ લેવીઓને એ નગરો તેઓનાં પાદરો સહિત આપ્યાં.

65 તેઓએ યહૂદાના પુત્રોના કુળમાંથી, શિમયોનના પુત્રોના કુળમાંથી તથા બિન્યામીનના પુત્રોના કુળમાંથી, આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.

66 કહાથના પુત્રોનાં કુટુંબોમાંથી કેટલાંકને પોતાની સરહદનાં નગરો એફ્રાઈમના કુળમાંથી મળ્યાં હતાં.

67 તેઓએ તેઓને આશ્રયનગર એટલે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ તેના પાદરો સહિત આપ્યું, વળી ગઝેર તેનાં પાદરો સહિત;

68 યોકમાંમ તેના પાદરો સહીત, ભેથ-હોરોન તેનાં પાદરો સહિત;

69 આયાલોન તેનાં પદરો સહિત, તથા ગાથ-રિમ્મોન તેનાં પાદરો સહિત,

70 મન્નાશાના અર્ધકુળમાંથી આનેર તેનાં પાદરો સહિત તથા બિકહામ તેનાં પાદરો સહિત, કહાથના પુત્રોનાં કુટુંબના બાકી રહેલાઓને આપ્યાં.

71 જેર્શોમનાં પુત્રોને માનશ્શાના અર્ધકુળનાં કુટુંબમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં પાદરો સહિત, તથા આશ્તારોથ તેનાં પાદરો સહિત [મળ્યાં]

72 વળી કસ્સાખારના કુળમાંથી કેદેશ તેનાં પાદરો સહિત, દાબરાથ તેનાં પાદરો સહિત,

73 તથા રામોથ તેનાં પાદરો સહિત, તથા આનેમ તેનાં પાદરો સહિત.

74 વળી આશેરના કુળમાંથી માશાલ તેના પાદરો સહિત, આબ્દોન તેનાં પાદરો સહિત.

75 કુકોક તેનાં પાદરો સહિત, તથા રહોબ તેનાં પાદરો સહિત.

76 વળી નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું કેદેશ તેનાં પાદરો સહિત, હામ્મોન તેનાં પાદરો સહિત તથા કિર્યાથાઈમ તેનાં પાદરો સહિત.

77 બાકીના [લેવીઓ] ને એટલે મરારીના પુત્રોને ઝબુલોનના કુળમાંથી રિમ્મોન તેનાં પાદરો સહિત, તાબોર તેનાં પાદરો સહિત;

78 અને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે યર્દનની પૂર્વ તરફ, રુબેનના કુળમાંથી અરણ્યમાંનું બેસેર તેનાં પાદરો સહિત, યાહસા તેનાં પાદરો સહિત;

79 કદેમોથ તેનાં પાદરો સહિત, તથા બેફાત તેનાં પાદરો સહિત;

80 ગાદના કુળમાંથી ગિલ્યાદમાંનું રામોથ તેનાં પાદરો સહિત, માહનાઈમ તેનાં પાદરો સહિત,

81 હેશ્બોન તેનાં પાદરો સહિત તથા યાઝેર તેનાં પાદરો સહિત મળ્યાં.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan