૧ કાળવૃત્તાંત 24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યાજકોને સોંપવામાં આવેલાં કામ 1 હારુનના પુત્રોના આ પ્રમાણે વર્ગ પાડ્યા હતા. હારુનના પુત્રો:નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઇથામાર. 2 નાદાબ તથા અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા, તેઓને ફરજંદ ન હતાં. માટે એલાઝાર તથા ઇથામાર યાજકનું કામ કરતા હતા. 3 દાઉદે તથા એલાઝારના પુત્રોમાંના સાદોકે તથા ઇથામારના પુત્રોમાંના અહીમેલેખે સેવાના કામની ગોઠવણ કરવાને તેઓના આ પ્રમાણે વર્ગ પાડ્યા. 4 ઇથામારના પુત્રોમાં એલાઝારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો વધારે મળી આવ્યા. એલાઝારના પુત્રોમાં આગેવાન પુરુષો સોળ હતા, માટે તેઓના સોળ વર્ગ પડ્યા. અને ઇથામારના પુત્રોમાં આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેના આઠ વર્ગ પાડ્યા. 5 ચિઠ્ઠી નાખીને તે બન્ને ટોળિઓના સરખા વર્ગો પાડ્યા, કેમ કે એલાઝારના પુત્રોમાંથી તેમ જ ઇથામારના પુત્રોમાંથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ નીમવામાં આવ્યા હતા. 6 નથાનિયેલનો પુત્ર શમાયા ચિટનીસ, જે લેવીઓમાંનો એક હતો, તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકોનાં ને લેવીઓનાં કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી; એલાઝાર તથા ઇથામારનું વારાફરતી એક કુટુંબ ગણાતું. 7 પહેલી ચિઠ્ઠી યહોયારીબની નીકળી, બીજી યદાયાની; 8 ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની; 9 પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની; 10 સાતમી હાક્કોસની, આઠમી અબિયાની; 11 નવમી યેશુઆની, દશમી શખાન્યાની; 12 આગિયારમી એલ્યાશીબની, બારમી યાકીમની; 13 તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની; 14 પંદરમી બિલ્ગાની, સોળમી ઇમ્મેરની; 15 સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની; 16 ઓગણીસમી પથાહ્યાની, વીસમી યહેઝકેલની; 17 એકવીસમી યાકીનની, બાવીસમી ગામૂલની; 18 ત્રેવીસમી દલાયાની, ને ચોવીસમી માઝ્યાની. 19 ઇઝરાયલના ઈશ્વર યહોવાએ તેઓના પિતા હારુનને આપેળી આજ્ઞા પ્રમાણે તેની મારફતે અપાયેલા હુકમ પ્રમાણે સેવા કરવાને યહોવાનાં મંદિરમાં આવવાનો તેઓનો અનુક્રમ એ પ્રમાણે હતો. લેવીઓની નામ-યાદી 20 લેવીના બાકીના પુત્રો:આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલનઅ પુત્રોમાંનો યહદયા. 21 રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા મુખ્ય હતો. 22 ઇસહારીઓમાંનો શલોમોથ; શલોમોથના પુત્રોમાંનો યાહાથ. 23 હેબ્રોનના પુત્રોમાં યરિયા મુખ્ય હતો, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ, ચોથો યકામામ. 24 ઉઝ્ઝીએલનો પુત્ર મિખા; મિખાના પુત્રોમાંનો શામીર. 25 મિખાનો ભાઈ યિશ્શિયા; યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા. 26 મરારીના પુત્રો:માહલી તથા મુશી; યાઝિયાના પુત્રો:બનો, 27 મરારીના પુત્રો:યાઅઝિયાના, બનો, શોહામ, ઝાક્કૂર તથા ઇબ્રી. 28 માહલીના પુત્રો:એલઆઝાર (એ અપુત્ર હતો, ) 29 તથા કીશ; કીશનો પુત્ર યરાહમેલ. 30 મુશીના પુત્રો:માહલી, એદેર તથા યરીમોથ, તેઓ પોતાના કુટુંબો પ્રમાણે લેવીઓ હતા. 31 તેઓએ પણ પોતાના ભાઈ હારુનપુત્રોની જેમ દાઉદ રાજાની, સાદોકની, અહીમેલેખની તથા યાજકો ને લેવીઓનાં કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ ચિઠ્ઠીઓ નાખી; એટલે કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની માફક જ ચિઠ્ઠીઓ નાખી. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India