Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


દાઉદ યહૂદિયા અને ઇઝરાયલનો રાજા
( ૨ શમુ. ૫:૧-૧૦ )

1 પછી સર્વ ઇઝરાયલે હેબ્રોનમાં દાઉદની પાસે એકત્ર થઈને કહ્યું, “અમે તમારા હડકાના તથા તમારા માંસના છીએ.

2 ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તમે જ હતા. તેમ જ તમારા ઈશ્વર યહોવાએ અમને કહ્યું હતું, ‘તું મારા ઇઝરાયલી લોકનું પાલન કર, ને તું જ મારા ઇઝરાયલી લોકો પર અધિકરી થશે.’”

3 આ પ્રમાણે ઇઝરાયલના સર્વ વડીલો હેબ્રોનમાં રાજાની પાસે ભેગા થયા. અને દાઉદે ત્યાં યહોવાની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. અને શમુએલ‍ દ્વારા અપાયેલા યહોવાના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.

4 દાઉદ તથા સર્વ ઇઝરાયલ યરુશાલેમ તથા (એટલે યબૂસ) ગયા. દેશના મૂળ રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.

5 યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યુ, “તારાથી કદી પણ અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.

6 દાઉદે કહ્યું, “જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાનો પુત્ર યોઆબ પ્રથમ ચઢી ગયો, ને સેનાપતિ બન્યો.

7 દાઉદ કિલ્લામાં રહ્યો; માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું.

8 તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું, અને યોઆબે બાકીના નગરને સમાર્યું.

9 દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર યહોવા તેની સાથે હતા.


દાઉદના પ્રખ્યાત શૂરવીરો
( ૨ શમુ. ૨૩:૮-૩૯ )

10 દાઉદના મુખ્ય યોદ્ધાઓ નીચે પ્રમાણે છે: તેઓ ઇઝરાયલ વિષેના યહોવાના વચન પ્રમાણે તેને રાજા કરવા માટે સર્વ ઇઝરાયની સામે મક્કમપણે તેના રજ્યમાં તેની પડખે રહ્યા.

11 દાઉદના યોદ્ધાઓની ગણતરી આ છે: હાખ્મોનીનો પુત્ર યોશાબામ, એ ત્રણમાંનો મુખ્ય હતો. તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને એકી વખતે મારી નાખ્યા.

12 તેનાથી ઉતરતો અહોહી દોદોનો પુત્ર એલાઝાર હતો, તે પણ ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો.

13 પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ને ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને માટે એકત્ર થયા હતા; અને લોકો એમની આગળથી નાસતા હતા.

14 ત્યારે તેઓએ તે ખેતરમાં ઊભા રહીને તેનો બચાવ કર્યો, ને પલિસ્તીઓને મારી નાખ્યા. યહોવાએ મોટો જય કરીને તેઓને બચાવ્યા.

15 ત્રીસ મુખ્યમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યે રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી.

16 દાઉદ તે સમયે ગઢમાં હતો, ને પલિસ્તીઓનું થાણું બેથલેહેમમાં હતું.

17 દાઉદે બહુ આતુર થઈને કહ્યું, “બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી કોઈ મને પીવડાવે તો કેવું સારું!”

18 તે [સાંભળીને] પેલા ત્રણ પલિસ્તીઓની છાવણીમાં ઘસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂંવામાંથી પાણી કાઢ્યું. ને દાઉદની પાસે તે લઈ આવ્યા; પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી, પણ યહોવાની આગળ તે રેડી દીધું,

19 ને કહ્યું, “મારો ઈશ્વર મારી પાસે એવું ન કરાવે. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવને [જોખમે] તે લાવ્યા છે.” આથી તે પીવાને તે રાજી ન હતો. એ ત્રણ યોદ્ધાઓએ એ ત્રણ કાર્યો કર્યા.

20 યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણમાંનો મુખ્ય હતો; કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખીને એ ત્રણમાં નામ મેળવ્યું.

21 ત્રીસમાં તે સૌથી નામાંકિત હતો, ને તે તેઓનો ઉપરી થયો; તોપણ તે પેલા ત્રણની બરોબરી કરી શક્યો નહિ.

22 કાબ્સેલ [ગામ] ના પરાક્રમી કૃત્યો કરનાર એક શયૂરવીર પુરુષના પુત્ર યહોયાદાનો પુત્ર બનાયા હતો, એણે મોઆબી અરીએલના બે પુત્રોને મારી નાખ્યા. વળી એક વાર હિમ પડતું હતું તે વખતે તેણે એક ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો.

23 વળી તેણે એક મોટા કદાવર પાંચ હાથના મિસરી પુરુષને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી. એ ફક્ત લાકડી લઈને તેની પાસે જઈ પહોંચ્યો, ને મિસરીના હાથમાંથી બરછી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.

24 યહોયાદાના પુત્ર બનાયાએ એ કાર્યો કર્યા, તેથી એ ત્રણ યોદ્ધાઓના જેવો તે નામાંકિત થયો.

25 તે ત્રીસમાં નામીચો હતો, પણ તે પેલા ત્રણની બરોબરી કરી શક્યો નહિ; દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.

26 વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા : યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન.

27 શામ્મોથ હરોરી, હેલેસ પલોની;

28 કોઈ ઇક્કેશનો પુત્ર ઇરા, અબીએઝેર અનાથોથી;

29 સિબ્બખાય હુશાથી, ઇલાહ-અયોહી;

30 માહરાય નટોફાથી, નટોફાથી બાનાનો પુત્ર હેલેદ;

31 બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો પુત્ર ઈથાય, બનાયા પિરાથોની;

32 ગાઆશનાં નાળાંવાળો હુરાય, અબીએલ આર્બાથી;

33 આઝમા-વેથ બાહરૂમી, એલ્યાહબા શાલ્બોની;

34 ગેઝોની હાશેમના પુત્રો, હારારી શાગેનો પુત્ર યોનાથાન;

35 હારારી સાખારનો પુત્ર અહીઆમ, ઉરનો પુત્ર અલિફાહ;

36 હેફેર મખેરાથી, અહિયા પલોની;

37 હેસરો કાર્મેલી, એઝબાયનો પુત્ર નારાય;

38 નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો પુત્ર મિબ્હાર;

39 સેલેક આમ્મોની, સરુયાના પુત્ર યોઆબનો શાસ્ત્રવાહક નાહરાય બેરોથી;

40 ઇરા યિથ્રી, ગારન યિથ્રી;

41 ઊરિયા હિત્તી, આહલાયનો પુત્ર ઝાબાદ;

42 રુબેની શિઝાનો પુત્ર અદીના, તે ત્રીસ રુબેનીઓની ટુકડીનો સરદાર હતો;

43 માકાનો પુત્ર હાનાન, ને યહોશાફાટ મિથ્ની;

44 ઉઝિયા આશ્તરોથી, અરોએરી હોથામના પુત્ર શામા તથા યેઈએલ;

45 શિમ્રીનો પુત્ર યદિયેલ, ને તેનો ભાઈ યોહાતીસી;

46 અલીએલ માહવી, એલ્તામના પુત્ર યરીબાઈ તથા યોશાવ્યા, ને યિથ્મા મોઆબી;

47 અલીએલ, ઓબેદ તથા યાસિયેલ મસોબાથી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan