૧ કાળવૃત્તાંત 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)આદમથી ઇબ્રાહિમ ( ઉત. ૫:૧-૩૨ ; ૧૦:૧-૩૨ ; ૧૧:૧૦-૨૬ ) 1 આદમ, શેથ, અનોશ; 2 કેનાન, માહલાલેલ, યારેદ; 3 હનોખ, મથુશેલા, લામેખ; 4 નૂહ, શેમ, હામ. તથા યાફેથ. 5 યાફેથના પુત્રો:ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તિરાશ. 6 ગોમેરના પુત્રો:આશ્કનાઝ, રિફાથ તથા તોગાર્મા. 7 યાવાનના પુત્રો:એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા રોદાનીમ. 8 હામના પુત્રો:કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન. 9 કુશના પુત્રો:સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના પુત્રો:શબા તથા દદાન. 10 કુશથી નિમ્રોદ થયો. તે પૃથ્વી પર પરાક્રમી થવા લાગ્યો. 11 મિસરાઈમથી સુદીમ તથા અનામીમ લહાબીમ, નાફતુહીમ. 12 પાથરુસીમ, કસ્લુહીમ, (પલિસ્તીઓના પૂર્વજ) તથા કાફતોરીમ થયા. 13 કનાનથી તેનો જ્યેષ્ઠ પુત્ર સિદોન, પછી હેથ; 14 યબૂસી, અમોરી, ગિર્ગાશી; 15 હિવ્વી, આર્કી, સિની, 16 આર્વાદી, સમારી તથા હમાથી થયા. 17 શેમના પુત્રો; એલામ, આશૂર, આર્પાકશાદ, લુદ, અરામ, ઉલ, હુલ ગેથેર તથા મેશેખ. 18 આર્પાકશાદથી શેલા થયો, અને શેલાથી એબેર થયો. 19 એબેરને બે પુત્ર થયા; એકનું નામ પેલેગ હતું, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા. તેના ભાઈનું નામ યોકટાન હતું. 20 યોકટાનથી આલ્મોદાદ, શેલેફ, હાસાર્માવેથ, યેરાહ; 21 હદોરામ, ઉઝાલ, દિકલા; 22 એબાલ, અબિમાએલ, શબા; 23 ઓફીર, હવીલા તથા યોઆબ થયા. એ સર્વ યોકટાનાના પુત્રો હતા. 24 શેમ, આર્પાકશાદ, શેલા; 25 એબેર, પેલેગ, રેઉ; 26 સરુગ, નાહોર, તેરા; 27 ઈબ્રામ (એટલે ઈબ્રાહિમ). ઈશ્માએલના વંશજો ( ઉત. ૨૫:૧૨-૧૬ ) 28 ઇબ્રાહિમના પુત્રો:ઇસહાક તથા ઇશ્માએલ. 29 તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલનો જ્યેષ્ઠ પુત્ર નબાયોથ:પછી કેદાર, આદબેલ, મિબ્સામ, 30 મિશ્મા, દુમા, માસ્સા; હદાદ, તેમા, 31 યટુર, નાફીશ તથા કેદમાં, એ ઇશ્માએલના પુત્રો છે. 32 ઇબ્રાહિમની ઉપપત્ની કટુરાના પુત્રો:તેને પેટે ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, મિશ્બાક તથા શુઆ થયા. યોકશાનના પુત્રો:શબા તથા દદાન. 33 મિદ્યાનના પુત્રો:એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દા. એ સર્વ કટુરાના પુત્રો હતા. એસાવના વંશજો ( ઉત. ૩૬:૧-૧૯ ) 34 ઇબ્રાહિમથી ઇસહાક થયો, ઇસહાકના પુત્રો:એસાવ તથા ઇઝરાયલ. 35 એસાવના પુત્રો:અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા. 36 એલીફાઝના પુત્રો:તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક. 37 રેઉએલના પુત્ર:નાહાય, ઝેરા, શામ્મા તથા મિઝઝા. અદોમના મૂળ વતનીઓ સેઈરના વંશજો ( ઉત. ૩૬:૨૦-૩૦ ) 38 સેઈરના પુત્રો:લોટાન, શેબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દીશાન. 39 લોટાનના પુત્રો:હોરી તથા હોમામ; તિમ્ના લોટાનની બહેન હતી. 40 શોબાલના પુત્રો:આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ, સિબયોનના પુત્રો:આયાહ તથા અના. 41 અનાનો પુત્ર:દીશોન, દીશોનના પુત્રો:હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા કરાન. 42 એસેરના પુત્રો:બિલ્હાન, ઝાવાન, તથા યાકાન. દીશાનના પુત્રો:ઉસ તથા આરાન અદોમના રાજાઓ ( ઉત. ૩૬:૩૧-૪૩ ) 43 ઇઝરયલી લોકો પર કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલાં અદોમ દેશમાં જે રાજાઓ રાજ કરતા હતાં તે આ છે: એટલે બયોરનો પુત્ર બેલા : તેના નગરનું નામ દીનહાબા હતું. 44 બેલા મરણ પામ્યો, ને તેની જગાએ બોસ્રાના ઝેરાના પુત્ર યોઆબે રાજ કર્યું. 45 યોઆબ મરણ પામ્યો, ને તેની જગાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું. 46 હુશામ મરણ પામ્યો, ને તેની જગાએ બદાદના પુત્ર હદાદે રાજ કર્યું, તેણે મોઆબના મેદાનમાં મિદ્યાનને માર્યો. તેના નગરનું નામ અવીથ હતું. 47 હદાદ મરણ પામ્યો, ને તેની જગાએ માગ્રેકાના સામ્લાએ રાજ કર્યું. 48 સામ્લા મરણ પામ્યો, ને તેની જગાએ નદી પરના રહોબોથના શાઉલે રાજ કર્યું. 49 શાઉલ મરણ પામ્યો, ને તેની જગાએ આખ્બોરના પુત્ર બાલ-હાનાને રાજ કર્યું. 50 બાલ-હાનાન મરણ પામ્યો, ને તેની જગાએ હદાદે રાજ કર્યું, તેના નગરનું નામ પાઈ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની પુત્રી માટ્રેદની પુત્રી હતી. 51 હદાદ મરણ પામ્યો. અદોમાના સરદાર આ હતા : તિમ્ના સરદાર, આલ્વા સરદાર, યેથેથ સરદાર; 52 આહોલીબામા સરદાર, એલા સરદાર, પિનોન સરદાર; 53 કનાઝ સરદાર, તેમાન સરદાર, મિબ્સાર સરદાર; 54 માગ્દિયેલ સરદાર, ઈરામ સરદાર, એઓ અદોમના સરદાર હતા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India