Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઝખાર્યા 6 - પવિત્ર બાઇબલ C.L.


ચાર રથનું સંદર્શન

1 મને એક બીજુ સંદર્શન થયું. આ વખતે મેં તાંબાના બે પર્વતો વચ્ચેથી નીકળી આવતા ચાર રથ જોયા.

2 પહેલા રથને ખેંચનાર ઘોડાઓ લાલ, બીજાને ખેંચનાર ઘોડાઓ કાળા,

3 ત્રીજાને ખેંચનાર ઘોડા શ્વેત અને ચોથા રથને ખેંચનાર ઘોડાઓ કાબરચીતરા હતા.

4 પછી મેં દૂતને પૂછયું, “મુરબ્બી, આ રથોનો શો અર્થ છે?”

5 તેણે જવાબ આપ્યો, “આ તો ચાર વાયુ છે; તેઓ હમણા જ આખી પૃથ્વીના પ્રભુની સમક્ષતામાંથી આવ્યા છે.”

6 કાળા ઘોડાઓએ જોડેલો રથ ઉત્તરમાં બેબિલોન તરફ જતો હતો; શ્વેત ઘોડાઓ પશ્ર્વિમ તરફ અને કાબરચીતરા ઘોડાઓ દક્ષિણમાં આવેલા દેશ તરફ જતા હતા.

7 કાબરચીતરા ઘોડા તો જેવા બહાર આવ્યા કે તેઓ પૃથ્વીનું નિરીક્ષણ કરવા જવા અધીરા બની ગયા. દૂત બોલ્યો, “જાઓ, જઈને પૃથ્વીનું નિરીક્ષણ કરો.”

8 પછી દૂતે મને બૂમ પાડીને કહ્યું, “બેબિલોન તરફ ગયેલા ઘોડાઓએ પ્રભુનો રોષ શમાવી દીધો છે.”


યહોશુઆનો અભિષેક પ્રભુએ મને આ સંદેશો આપ્યો.

9-10 તેમણે કહ્યુ, “દેશનિકાલીમાંથી આવેલા હેલ્દાય, ટોલિયા અને યદાયાએ આપેલી ભેટો લઈને સત્વરે સફાન્યાના પુત્ર યોશિયાને ઘેર જા. તેઓ સૌ બેબિલોનના બંદીવાસમાંથી પાછા ફર્યા છે.

11 તેમણે આપેલા સોનારૂપામાંથી મુગટ બનાવીને યહોસાદાકના પુત્ર, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને માથે મૂક.

12 તેને કહે કે સર્વસમર્થ પ્રભુ આમ જણાવે છે: “અંકુર તરીકે ઓળખાતો પુરુષ તેના સ્થાનમાં આબાદ થશે અને તે પ્રભુનું મંદિર ફરીથી બાંધશે.

13 તે જ તેને બાંધશે અને રાજાને છાજતું માન તેને મળશે અને તે પોતાના લોકો ઉપર રાજ કરશે. તેના રાજ્યાસનની પડખે યજ્ઞકાર ઊભો રહેશે અને તેઓ બન્‍ને શાંતિ અને સહકારથી ક્મ કરશે.

14 હેલ્દાય, ટોલિયા, યદાયા અને સફાન્યાના પુત્ર યોશિયાના માનમાં એ મુગટ પ્રભુના મદિરમાં સ્મારક બની રહેશે.”

15 દૂરદૂર વસતા લોકો આવીને પ્રભુનું મંદિર બાંધશે. જ્યારે તે બંધાઈ જાય ત્યારે તમે જાણશો કે પ્રભુએ મને મોકલ્યો છે. તમે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓ સંપૂર્ણપણે પાળશો તો એ બધું પરિપૂર્ણ થશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan