Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઝખાર્યા 5 - પવિત્ર બાઇબલ C.L.


ઊડતું ઓળિયું

1 મેં ફરીથી નજર કરી તો આ વખતે મેં આકાશમાં ઊડતું ઓળિયું જોયું.

2 દૂતે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું આકાશમાં ઊડતું ઓળિયું જોઉં છું; તે 9 મીટર લાંબું અને 4.5 મીટર પહોળું છે.”

3 પછી તેણે મને કહ્યું, “તેમાં તો સમસ્ત દેશ પર ઊતરનાર શાપ લખેલો છે. ઓળિયાની એક બાજુએ એવું લખ્યું છે કે દેશમાંથી પ્રત્યેક ચોરને હાંકી કાઢવામાં આવશે, જ્યારે તેની બીજી બાજુએ એવું લખ્યું છે કે સોગન ખાઈને જૂઠું બોલનાર પ્રત્યેકને દૂર કરાશે.

4 સર્વસમર્થ પ્રભુ કહે છે કે તે શાપ મોકલી દેશે અને પ્રત્યેક ચોર અને પ્રત્યેક સોગંદ ખાઈને જૂઠું બોલનાર વ્યક્તિના ઘરમાં તે પ્રવેશશે. તે તેમનાં ઘરોમાં જ રહેશે અને તેમને ખેદાનમેદાન કરી નાખશે.”


ટોપલામાં બેઠેલી સ્ત્રીનું સંદર્શન

5 દૂતે ફરીથી દર્શન દઈને કહ્યું, “જો, કંઈક આવી રહ્યું છે!”

6 મેં પૂછયું, “એ શું છે?” તેણે જવાબ આપ્યો, “એ તો એક ટોપલો છે. અને તે તો સમગ્ર દેશનાં પાપનું સૂચન કરે છે.”

7 ટોપલા પર સીસાનું ઢાંકણ હતું. હું જોઈ રહ્યો હતો એવામાં ઢાંકણ ઊંચકાયું, અને ટોપલામાં તો એક સ્ત્રી બેઠેલી હતી!

8 દૂતે કહ્યું, “આ સ્ત્રી તો દુષ્ટતાનું પ્રતીક છે.” પછી તેણે તેને પાછી ટોપલામાં દબાવી દઈ ઢાંકણથી પાછી ઢાંકી દીધી.

9 પછી મેં ઊંચે નજર કરી તો સારસનાં જેવી શક્તિશાળી પાંખોવાળી બે સ્ત્રીઓને ઊડીને મારા તરફ આવતી જોઈ. તેઓ પેલો ટોપલો ઉપાડી ઊડી ગઈ.

10 મેં દૂતને પૂછયું. “તેઓ તેને ક્યાં લઈ જાય છે?”

11 તેણે જવાબ આપ્યો, “બેબિલોન લઈ જાય છે. ત્યાં તેઓ તેને માટે મંદિર બાંધશે. મંદિર પૂરું થતાં ટોપલો મંદિરમાં પૂજા માટે મુકાશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan