Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઝખાર્યા 2 - પવિત્ર બાઇબલ C.L.


માપદોરીનું સંદર્શન

1 બીજા એક સંદર્શનમાં મેં એક માણસને હાથમાં માપદોરી લઈ ઊભેલો જોયો.

2 મેં પૂછયું, “તું ક્યાં જાય છે?” તેણે જવાબ આપ્યો, “યરુશાલેમની લંબાઈ અને પહોળાઈ કેટલી છે તે જાણવા તેનું માપ લેવા જઉં છું.”

3 પછી મારી સાથે વાત કરનાર દૂતને મેં એક કદમ આગળ વધેલો જોયો. અને બીજો એક દૂત તેને મળવા આવ્યો.

4 પહેલા દૂતે બીજાને કહ્યું, “જા, દોડ, પેલા માપદોરીવાળા યુવાનને કહે કે યરુશાલેમમાં એટલા બધા લોકો, અને ઢોરઢાંક થવાનાં છે કે તેનો કોટ રાખી ન શકાય એટલું મોટું તે બનવાનું છે.

5 પ્રભુએ વચન આપ્યું છે કે તે પોતે શહેરની ફરતે અગ્નિકોટ બનીને તેનું રક્ષણ કરશે અને તે પોતાના પૂરા મહિમામાં ત્યાં રહેશે.”


દેશનિકાલીઓનું વતન તરફ પ્રયાણ

6-7 પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “મેં તમને સર્વ દિશામાં વિખેરી નાખ્યા. પણ હવે તમે બેબિલોનથી નાસી છૂટો અને યરુશાલેમ પાછા ફરો.

8 કારણ, જે તમારા પર પ્રહાર કરે છે તે જાણે મારી આંખની કીકી પર પ્રહાર કરે છે.” તેથી સર્વસમર્થ પ્રભુએ તેમના લોકોને કચડી નાખનાર પ્રજાઓ પાસે મને આ સંદેશો લઈને મોકલ્યો;

9 “પ્રભુ પોતે તમારી વિરુદ્ધ યુદ્ધ કરશે, અને એકવાર જેઓ તમારા નોકર હતા તેઓ તેમને લૂંટી લેશે.” એવું બને ત્યારે સૌ કોઈ જાણશે કે પ્રભુએ મને મોકલ્યો છે.

10 પ્રભુએ કહ્યું, “હે યરુશાલેમવાસીઓ, આનંદથી ગાયન કરો! હું તમારી મધ્યે વસવા આવું છું!”

11 તે સમયે ઘણી પ્રજાઓ પ્રભુ પાસે આવશે અને તેમના લોક બનશે. તે તમારી મધ્યે વસશે અને તમે જાણશો કે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે.

12 ફરી એકવાર યહૂદિયા પ્રભુના પવિત્ર દેશમાંનો તેમનો ખાસ વારસો બનશે અને યરુશાલેમ તેમનું સૌથી પ્રિય શહેર બનશે.

13 પ્રભુની સમક્ષતામાં સૌ શાંત થઈ જાઓ; કારણ, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પ્રવૃત્ત થયા છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan