Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઝખાર્યા 12 - પવિત્ર બાઇબલ C.L.


યરુશાલેમનો ભાવિ છુટકારો

1 આકાશોને પ્રસારનાર, પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર અને માણસને જીવન બક્ષનાર પ્રભુ તરફથી ઇઝરાયલ માટેનો આ સંદેશ છે.

2 તે કહે છે, “હું યરુશાલેમને લથડિયાં ખવડાવનાર દ્રાક્ષાસવના પ્યાલા જેવું કરીશ; તેની આસપાસની પ્રજાઓ એ પીને પીધેલાની માફક લથડિયાં ખાતી થશે. તેઓ યરુશાલેમને ઘેરો ઘાલે ત્યારે યહૂદિયામાં બીજાં નગરો પણ ઘેરાવમાં આવી જશે.”

3 પણ એ સમય આવે ત્યારે, હું યરુશાલેમને ભારે પથ્થર જેવું બનાવી દઈશ. એને ઉપાડવા જનાર કોઈ પણ પ્રજા નુક્સાન પામશે. દુનિયાની સઘળી પ્રજાઓ તેના પર આક્રમણ કરવા પોતાનાં સૈન્યો એકઠાં કરશે.

4 તે વખતે હું તેમના ઘોડાઓમાં ભય ફેલાવી દઈશ અને તેમના ઘોડેસવારો બાવરા બની જશે. હું યહૂદિયાના લોકોનું ધ્યાન રાખીશ, પણ તેમના શત્રુઓના ઘોડાઓને હું આંધળા બનાવી દઈશ.

5 ત્યારે યહૂદાનાં ગોત્રો એકબીજાને કહેશે, ‘યરુશાલેમમાં વસતા પોતાના લોકોને સર્વસમર્થ પ્રભુ ઈશ્વર સામર્થ્ય આપે છે.’

6 “તે સમયે હું યહૂદાનાં ગોત્રોને વનમાં અથવા પાકી ચૂકેલાં ખેતરોમાં સળગી ઊઠતી આગ જેવા બનાવીશ. તેઓ આસપાસની સર્વ પ્રજાઓનો નાશ કરશે. યરુશાલેમના રહેવાસીઓ શહેરમાં સલામત રહેશે.

7 હું પ્રભુ, યહૂદિયાનાં સૈન્યોને પ્રથમ વિજય અપાવીશ, તેથી દાવિદના વંશજો કે યરુશાલેમના રહેવાસીઓને બાકીના યહૂદિયા કરતાં વિશેષ માન મળશે નહિ.

8 તે સમયે યરુશાલેમમાં વસનારા લોકોનું પ્રભુ રક્ષણ કરશે, અને એમનામાં જે સૌથી નબળો હોય તે દાવિદ સમાન બળવાન બનશે. દાવિદના વંશજો તેમને પ્રભુના દૂતની જેમ, હા, ખુદ ઈશ્વરની જેમ દોરશે.

9 તે વખતે હું યરુશાલેમ પર હુમલો કરનાર પ્રજાનો વિનાશ કરીશ.

10 “હું દાવિદના વંશજો અને યરુશાલેમના અન્ય લોકોને દયાના આત્માથી અને પ્રાર્થનાના આત્માથી ભરી દઈશ; જેને તેમણે ઘા કરીને મારી નાખ્યો છે, તેના તરફ તેઓ જોશે અને પોતાના એકના એક સંતાનના મરણને લીધે કોઈ રડે તેમ તેને માટે તેઓ રડશે. પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવ્યો હોય તેની જેમ તેઓ આક્રંદ કરશે.”

11 તે સમયે મગિદ્દોના મેદાનમાં હદાદરિમ્મોન માટે થયેલા વિલાપ જેવો વિલાપ યરુશાલેમમાં થશે.

12-14 દેશમાં પ્રત્યેક કુટુંબ અલગ રીતે શોક પાળશે: દાવિદના વંશજોનું કુટુંબ, નાથાનના વંશજોનું કુટુંબ, લેવીના વંશજોનું કુટુંબ શિમઈના વંશજોનું કટુંબ, અને એમ બધાં કુટુંબો વિલાપ કરશે. પ્રત્યેક કુટુંબ અલગ અલગ વિલાપ કરશે. કુટુંબના પુરુષો સ્ત્રીઓથી અલગ પડી વિલાપ કરશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan