Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 15 - પવિત્ર બાઇબલ C.L.


અંતિમ આફત લાવનાર દૂતો

1 એ પછી મેં બીજું એક રહસ્યમય અને આશ્ર્વર્યકારક દૃશ્ય જોયું. સાત દૂતો સાત આફતો સાથે ઊભા હતા. આ અંતિમ આફતો હતી. કારણ, તેઓ ઈશ્વરના કોપનો અંતિમ તબક્કો દર્શાવે છે.

2 પછી મેં અગ્નિમિશ્રિત ક્ચના સમુદ્ર જેવું કંઈક જોયું. વળી, મેં પશુ, તેની પ્રતિમા અને તેના નામના આંકડા પર વિજય પ્રાપ્ત કરનારાઓને જોયા. તેઓ ક્ચના સમુદ્ર પાસે ઈશ્વરે આપેલી વીણા લઈને ઊભા હતા.

3 તેઓ ઈશ્વરના સેવક મોશેનું ગીત અને હલવાનનું ગીત ગાતા હતા. “હે પ્રભુ, સર્વસમર્થ ઈશ્વર તમારાં કાર્યો કેવાં મહાન અને અદ્‍ભુત છે! હે સર્વ પ્રજાના રાજવી, તમારા માર્ગો ન્યાયી અને સત્ય છે.

4 તમારો ડર કોને ન લાગે? તમારી મહાનતાની સ્તુતિ કોણ નહિ ગાશે? તમે એકલા જ પવિત્ર છો. સઘળી પ્રજાઓ આવીને તમારી આરાધના કરશે, કારણ, તમારાં ન્યાયી કૃત્યો બધાએ નિહાળ્યાં છે.”

5 પછી મેં સ્વર્ગમાંના મંદિરને ખુલ્લું થયેલું જોયું. તેમાં ઈશ્વરનો સાક્ષ્યમંડપ હતો.

6 સાત આફતો લઈને સાત દૂતો મંદિરમાંથી બહાર આવ્યા. તેમણે સ્વચ્છ અને ચળક્તાં અળસી રેસાનાં શ્વેત વસ્ત્રો પહેર્યાં હતાં અને તેમની છાતીએ સોનાના પટ્ટા બાંધેલા હતા.

7 પછી ચાર જીવંત પ્રાણીઓમાંના એકે પેલા સાત દૂતને સર્વકાળ જીવનાર ઈશ્વરના કોપથી ભરેલા સાત પ્યાલા આપ્યા.

8 ઈશ્વરના પ્રભાવથી અને તેમના ગૌરવમાંથી નીકળતા ધૂમાડાથી મંદિર ભરાઈ ગયું અને સાત દૂતો દ્વારા આવનાર સાત આફતોનો અંત આવે નહિ ત્યાં સુધી મંદિરમાં કોઈ જઈ શકાયું નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan