ગીતશાસ્ત્ર 98 - પવિત્ર બાઇબલ C.L.પૃથ્વીના શાસક ઈશ્વર 1 પ્રભુની સંમુખ કોઈ નવું ગીત ગાઓ. કારણ, પ્રભુએ અજાયબ કાર્યો કર્યાં છે. તેમના જમણા હાથે અને તેમના પવિત્ર ભુજે વિજય મેળવ્યો છે. 2 પ્રભુએ પોતાના આ વિજયની ઘોષણા કરી છે. તેમણે પ્રજાઓ સમક્ષ પોતાની ઉદ્ધારક શક્તિ પ્રગટ કરી છે. 3 તેમણે પોતાના ઇઝરાયલ લોક પ્રત્યે, પોતાનો પ્રેમ અને વિશ્વાસુપણું દર્શાવવાનું યાદ રાખ્યું છે; પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોએ આપણા ઈશ્વરનો ઉદ્ધાર જોયો છે. 4 હે પૃથ્વીના સર્વ લોકો, પ્રભુની સમક્ષ હર્ષનાદ કરો; જોશપૂર્વક જયજયકાર કરો અને ગીતો ગાઓ. 5 વીણા સાથે પ્રભુની સ્તુતિ ગાઓ, વીણા અને મધુર સંગીત સાથે ગીતો ગાઓ. 6 તૂરી અને રણશિંગડાના નાદ સાથે, આપણા રાજા પ્રભુની હજુરમાં હર્ષનાદ કરો. 7 પ્રભુની સમક્ષ સમુદ્ર અને તેનાં મોજાં ગર્જના કરો; પૃથ્વી અને તેના સર્વ નિવાસીઓ ગાજી ઊઠો; 8 પ્રવાહો તાળી પાડો, પર્વતો એક સાથે જયજયકાર કરો; 9 કારણ, પ્રભુ પૃથ્વીનો ન્યાય કરવા આવે છે; તે નેકીથી જગતનો અને નિષ્પક્ષપાતપણે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide