Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 97 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુનો વિજય

1 પ્રભુ રાજ કરે છે; પૃથ્વીના લોકો હરખાઓ! દૂર દૂરના ટાપુઓના લોકો પણ આનંદ કરો.

2 ઘનઘોર વાદળો અને ગાઢ અંધકાર પ્રભુની આસપાસ છે; નેકી તથા ઇન્સાફ તેમના રાજ્યાસનનો પાયો છે.

3 અગ્નિ તેમની આગળ આગળ ચાલે છે, અને ઈશ્વરની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરી નાખે છે,

4 તેમની વીજળીઓના ઝબકારાથી સૃષ્ટિ પ્રકાશિત બને છે, અને તે જોઈને પૃથ્વી કાંપે છે.

5 સમસ્ત પૃથ્વીના સ્વામી પ્રભુની સંમુખ પર્વતો ય મીણની જેમ પીગળી જાય છે.

6 આકાશો ઈશ્વરની નેકી પ્રગટ કરે છે અને સર્વ પ્રજાઓ તેમના મહિમાનું દર્શન કરે છે.

7 પ્રતિમાઓની પૂજા કરનારા સર્વ લોકો અને વ્યર્થ મૂર્તિઓમાં ગૌરવ લેનારા લોકો લજ્જિત થાઓ. હે સર્વ દેવો, તમે પ્રભુને પ્રણામ કરો.

8 હે પ્રભુ, તમારા ન્યાયચુકાદાઓ સાંભળીને સિયોન નગરના લોકો આનંદ કરે છે, અને યહૂદિયાના લોકો હર્ષ પામે છે.

9 હે પ્રભુ, એકમાત્ર તમે જ પૃથ્વી પર સર્વોચ્ચ છો, સર્વ દેવો કરતાં તમે શ્રેષ્ઠ છો.

10 દુષ્ટતાને ધિક્કારનારાઓને પ્રભુ ચાહે છે, તે પોતાના સંતોનું રક્ષણ કરે છે; અને દુષ્ટોના હાથમાંથી તેમને છોડાવે છે.

11 ઈશ્વરની ભલાઈ નેકજનો પર પ્રકાશની જેમ ચમકે છે અને સરળ દયના લોકો આનંદ કરે છે.

12 હે નેક જનો, યાહવેમાં આનંદ કરો. તેમના પવિત્ર નામને ધન્યવાદ દો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan