ગીતશાસ્ત્ર 95 - પવિત્ર બાઇબલ C.L.આરાધના અને આજ્ઞાપાલન આરાધના 1 આવો, આપણે પ્રભુનાં ગુણગાન ગાઈએ; આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ. 2 આભારસ્તુતિ સહિત તેમની સન્મુખ જઈએ, અને ગીતોથી તેમનો જયઘોષ કરીએ. 3 કારણ, પ્રભુ તો સર્વોચ્ચ ઈશ્વર છે. તે સર્વ દેવો પર મહાન રાજા છે. 4 તે સમસ્ત પૃથ્વી પર, તેની ગહન ખીણો અને તેનાં ઉન્નત શિખરો સહિત સર્વત્ર નિયંત્રણ ધરાવે છે. 5 સમુદ્ર પર તેમનો અધિકાર છે, કારણ, તેમણે તેને સર્જ્યો છે. ભૂમિ પણ તેમને હાથે જ રચાયેલ છે. 6 આવો, આપણે ભૂમિ પર શિર ટેકવી તેમને નમન કરીએ. આપણા ઉત્પન્નર્ક્તા પ્રભુની આગળ ધૂંટણો ટેકવીએ. 7 એકમાત્ર તે જ આપણા ઈશ્વર છે; આપણે તેમના લોક, તેમની ચરાણનાં ઘેટાં છીએ. “જો આજે તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું! આજ્ઞાપાલન 8 “તમારા પૂર્વજોએ, રણપ્રદેશમાં મરીબા અને માસ્સામાં હઠીલા દયના બનીને મારી ક્સોટી કરી તેવા તમે ન બનો; 9 મારા અજાયબ કાર્યો નિહાળ્યાં હોવાં છતાં ત્યાં તેમણે મારી પારખ કરી. 10 ચાળીસ વર્ષ સુધી તે પેઢી પ્રત્યે મને ઘૃણા રહી. ત્યારે મેં કહ્યું, ‘આ લોકોનાં હૃદયો ભટકી ગયેલાં છે; તેઓ મારા માર્ગોમાં ચાલવાનો ઇનકાર કરે છે.’ 11 તેથી મેં મારા ક્રોધમાં શપથ લીધા કે તેઓ મારા વિશ્રામના દેશમાં પ્રવેશશે નહિ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide