Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 93 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વરનો પ્રતાપ

1 પ્રભુ રાજ કરે છે, તેમણે ભવ્યતા પરિધાન કરી છે; પ્રભુ વિભૂષિત છે, તેમણે પરાક્રમે કમર ક્સી છે. સાચે જ તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે; તે વિચલિત થશે નહિ.

2 હે પ્રભુ, તમારું રાજ્યાસન આરંભથી અચલ છે. અનાદિકાળથી તમે હયાત છો!

3 હે પ્રભુ, સમુદ્રના પ્રવાહો મોટે અવાજે ગર્જે છે. સમુદ્રના પ્રવાહો ભયાનક મોજાં ઉછાળે છે.

4 મહાસાગરની પ્રચંડ ગર્જના કરતાં અધિક પ્રચંડ અને સાગરનાં મોજાં કરતાં વધુ શક્તિશાળી તેવા પ્રભુ આકાશોમાં સર્વોપરી છે.

5 તમારી આજ્ઞાઓ અફર છે; હે પ્રભુ, પવિત્રતા તમારા મંદિરને સદા સર્વકાળ શોભાવે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan