ગીતશાસ્ત્ર 9 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વરના ન્યાય માટે આભારદર્શન א આલેફ (સંગીત સંચાલક માટે સૂચના: પુત્રના અવસાન પ્રસંગે ચહિબ્રૂ: મૂથ લાબેન પ્રમાણેૃ- દાવિદનું ગીત) 1 હે પ્રભુ, હું મારા સંપૂર્ણ દયથી તમારી સ્તુતિ કરીશ; હું તમારાં આશ્ર્વર્યજનક કાર્યો પ્રગટ કરીશ. 2 હું તમારે લીધે હર્ષ અને આનંદ કરીશ; હે સર્વોચ્ચ ઈશ્વર, હું તમારા નામનાં ભક્તિગીત ગાઈશ. ב બેથ 3 તમારી સંમુખ તો મારા શત્રુઓ પાછા હઠીને નાસે છે; તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે. 4 કારણ, તમારા ન્યાયાસન પર બિરાજીને તમે સાચો ચુકાદો આપ્યો છે; તમે મારા હક્ક અને દાવાનું સમર્થન કર્યું છે. ג ગિમેલ 5 તમે વિદેશી પ્રજાઓને ધમકાવી છે, અને દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેમનું નામનિશાન સદાને માટે ભૂંસી નાખ્યું છે. ד દાલેથ 6 તમે શત્રુઓને સદાને માટે ખતમ કર્યા છે; તેમનાં નગરોને ખંડેરમાં પલટી નાખ્યાં છે, અને તેમનું સ્મરણ પણ રહ્યું નથી. ה હે 7 જુઓ, પ્રભુ તો સદાસર્વદા રાજયાસન પર બિરાજેલ છે; ન્યાય તોળવા માટે તેમણે પોતાનું આસન પ્રસ્થાપિત કર્યું છે. 8 તે નેકીથી પૃથ્વીનો ન્યાય કરે છે; અને તે પ્રજાઓનો અદલ ઇન્સાફ કરે છે. શ્ર્ વાવ 9 પ્રભુ તો પીડિતોનું આશ્રયસ્થાન છે; સંકટના સમય માટે તે શરણગઢ છે. 10 હે યાહવે, તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખે છે; તમારું શરણ શોધનારાઓને તમે કદી તરછોડતા નથી. ז ઝાયિન 11 સિયોનમાં બિરાજનાર પ્રભુનાં ગુણગાન ગાઓ; પ્રત્યેક દેશના લોકોને તેમનાં અદ્ભુત કાર્યો જાહેર કરો. 12 પીડિતોના ખૂનનો બદલો લેવાનું ઈશ્વર યાદ રાખે છે; તે તેમના પોકારને વીસરી જતા નથી. ח ખેથ 13 હે પ્રભુ, મારા પર દયા કરો, મારો દ્વેષ કરનારા મને રીબાવે છે તે જુઓ અને મને મૃત્યુના દરવાજેથી ઉગારો; 14 એટલે, હું સિયોનના દરવાજે લોકોની સમક્ષ તમારાં ગુણગાન ગાઈશ; અને તમારા ઉદ્ધારમાં આનંદ પામીશ. ט ટેથ 15 વિધર્મીઓ જાતે ખોદેલા ખાડામાં ગબડી પડયા છે; પોતે બિછાવેલી જાળમાં તેઓ ફસાયા છે. 16 અદલ ન્યાયશાસન દ્વારા પ્રભુએ પોતાનો પરિચય કરાવ્યો છે, અને દુષ્ટો પોતાની જ પ્રપંચી જાળમાં ફસાયા છે. (હિગ્ગાયોન, સેલાહ) י યોદ 17 દુષ્ટો મૃત્યુલોક શેઓલ પ્રતિ ઘસડાઈ જશે. સાચે જ, ઈશ્વરની અવજ્ઞા કરનાર બધા લોકોનો એ જ અંજામ થશે. כ કાફ 18 કંગાળોની સદા ઉપેક્ષા કરાશે નહિ. અને પીડિતોની આશા હંમેશા કચડી નંખાશે નહિ. 19 હે પ્રભુ, ઊઠો, મર્ત્ય માણસોને પ્રબળ થવા ન દો, વિધર્મીઓને તમારી સન્મુખ લાવો અને તેમનો ન્યાય તોળો. 20 હે પ્રભુ, તમે તેમને ભયભીત કરો; જેથી તેઓ જાણે કે તેઓ તો ક્ષણભંગૂર છે (સેલાહ) |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide