ગીતશાસ્ત્ર 87 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમની ગૌરવગાથા (કોરાના પુત્રોનું ગીત) 1 પ્રભુએ બાંધેલ નગરનો પાયો તેમનો પવિત્ર સિયોન પર્વત છે. 2 યાકોબના વંશજોનાં સર્વ નિવાસસ્થાનો કરતાં પ્રભુને સિયોન નગરના દરવાજાઓ વિશેષ પ્રિય છે. 3 હે ઈશ્વરના નગર, સાંભળ; તારે વિષે ગૌરવયુક્ત વાતો કહેવાય છે. (સેલાહ) 4 “મને જાણનારાઓમાં હું ઇજિપ્ત અને બેબિલોનની નોંધ લઈશ; પલિસ્તી દેશ, તૂર અને કૂશનો પણ તેમાં સમાવેશ કરીશ; તેઓ કહેશે, ‘આનો જન્મ ત્યાં થયો હતો.” 5 સિયોન વિષે એમ કહેવાશે કે, “આ માણસનો અને પેલા માણસનો જન્મ તેમાં થયો.” કારણ, સર્વોચ્ચ ઈશ્વર પોતે તેને પ્રસ્થાપિત કરશે. 6 પ્રભુ પ્રજાઓની સૂચિ લખશે ત્યારે તે નોંધશે કે, “આનો જન્મ ત્યાં થયો હતો.” (સેલાહ) 7 ગાયકો અને નૃત્યકારો કહેશે: “અમારી સર્વ આશિષોનો સ્રોત સિયોનમાં છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide