ગીતશાસ્ત્ર 82 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વર સર્વોપરી શાસક (આસાફનું ગીત) 1 ઈશ્વર દૈવી સભામાં અયક્ષનું સ્થાન લે છે, તે દેવોની ઉપસ્થિતિમાં ન્યાયચુકાદા આપે છે 2 “તમે બધા કયાં સુધી ગેરઇન્સાફ કરશો? ક્યાં સુધી તમે દુષ્ટોની તરફેણ કરશો? (સેલાહ) 3 એને બદલે, નિર્બળોને તથા અનાથોને ન્યાય અપાવો; પીડિતો તથા કંગાલજનોના હક્કાનું સમર્થન કરો. 4 ગરીબ અને નિરાધાર જનોને ઉગારો, અને દુષ્ટોના હાથમાંથી તેમને છોડાવો.” દેવોને સજા 5 તેઓ જાણતા નથી, અને સમજતા પણ નથી. તેઓ અંધકારમાં ભટકે છે; તેથી પૃથ્વી પર ઇન્સાફ દેખાતો નથી. 6 મેં કહ્યું, “તમે તો દેવો છો, અને તમે સર્વ સર્વોચ્ચ ઈશ્વરના પુત્રો છે! 7 પરંતુ તમે માનવજાતની જેમ મરશો, અને રાજવીઓની જેમ તમારું પણ પતન થશે.” 8 હે ઈશ્વર, ઊઠો, અને પૃથ્વીનો ન્યાય કરો; કારણ, સર્વ દેશો પર તમારો જ અધિકાર છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide