Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 81 - પવિત્ર બાઇબલ C.L.


મુલાકાતમંડપના પર્વનું ગીત પર્વનું ગીત
(સંગીત સંચાલક માટે સૂચના: રાગ: ગિત્તિથ; આસાફનું ગીત)

1 આપણા સંરક્ષક ઈશ્વરનો જય જયકાર ગાઓ; યાકોબના ઈશ્વર આગળ હર્ષનાદ કરો.

2 ગીત ગાઓ, ઢોલક બજાવો; મધુર તાનપૂરા સાથે વીણા વગાડો.

3 ચાંદ્રમાસના પ્રથમદિને અને પૂર્ણિમાના દિવસે એટલે, સાતમા માસના પવિત્ર પર્વના દિવસોએ ઉજવણીરૂપે રણશિગડું વગાડો.

4 કારણ, એ તો ઇઝરાયલ માટે ઠરાવેલો વિધિ છે, અને આપણા પૂર્વજ યાકોબના ઈશ્વરનો આદેશ છે.

5 જ્યારે ઈશ્વર ઇજિપ્તની સામે પડયા ત્યારે તેમણે યોસેફના કુળને એ આજ્ઞા આપી. મેં એક વાણી સાંભળી જે હું સમજી શક્યો નહિ.


ઈશ્વરનો સંદેશ

6 “મેં તમારા ખભા પરથી બોજ ઉતાર્યો અને તમારા હાથ ટોપલા ઊંચકવાથી છૂટા કર્યા.”

7 સંકટમાં તમે મને પોકાર કર્યો એટલે મેં તમને ઉગાર્યા. મેઘગર્જનાના ગુપ્તસ્થાનમાંથી મેં તમને ઉત્તર આપ્યો. મરીબાનાં ઝરણાં આગળ મેં તમારી પારખ કરી. (સેલાહ)

8 હે મારી પ્રજા, હું તને ચેતવું ત્યારે સાંભળ; હે ઇઝરાયલ, તું મારી વાત પર ધ્યાન દે તો કેવું સારું!

9 તમારામાં કોઈ અન્ય દેવ ન હોય; વળી, તમે કોઈ પારકા દેવની પૂજા ન કરો.

10 હું એકમાત્ર પ્રભુ જ તમારો ઈશ્વર છું. મેં જ તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા હતા; તમારાં મુખ ઉઘાડો, એટલે હું તમને ખવડાવીશ.

11 પરંતુ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારી વાત સ્વીકારી નહિ.

12 તેથી મેં તેમને તેમના દયની હઠ પ્રમાણે જવા દીધા કે તેઓ પોતાની ઇચ્છા અનુસાર વર્તે.

13 જો મારી પ્રજાએ મારી વાત સાંભળી હોત અને ઇઝરાયલ મારા માર્ગોમાં ચાલ્યા હોત તો કેવું સારું!

14 તો મેં સત્વરે તેમના શત્રુઓનો પરાજય કર્યો હોત, અને તેમના વૈરીઓ વિરુદ્ધ હાથ ઉગામ્યો હોત.

15 પ્રભુના દ્વેષકો તેમની આગળ દયથી નમી પડશે, અને તેમને કાયમની સજા થશે.

16 પરંતુ પ્રભુ તો ઇઝરાયલને સર્વોત્તમ ઘઉં ખવડાવશે, અને ખડકના ઉત્તમ મધથી તેમને તૃપ્ત કરશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan