Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 8 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વરનો મહિમા અને માનવીની પ્રતિષ્ઠા
(સંગીત સંચાલક માટે સૂચના: ગીત્તીથ પ્રમાણે, દાવિદનું ગીત)

1 હે યાહવે, અમારા પ્રભુ, સમસ્ત સૃષ્ટિમાં તમારું નામ કેટલું મહાન છે! તમારા ગૌરવની પ્રશંસા આકાશો સુધી પહોંચે છે;

2 શિશુઓ તથા ધાવણાંઓના મુખે તમારી સ્તુતિ ગવાય છે; તે દ્વારા તમારા દુશ્મનો, વિરોધીઓ અને વેરીઓનો અંત લાવવા તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.

3 જ્યારે હું તમારે હાથે રચેલા આકાશને, અને તમે તેમાં ગોઠવેલા ચંદ્ર અને તારાઓને નિહાળું છું,

4 ત્યારે હું વિચારું છું કે, માણસ તે કોણ કે તમે તેનું સ્મરણ કરો છો? અને માનવપુત્ર તે કોણ કે તમે તેની દરકાર રાખો છો?

5-6 તમે તો તેને દૂતો કરતાં થોડો જ ઊતરતો સર્જયો છે, અને તેને માથે ગૌરવ તથા માનનો મુગટ મૂક્યો છે. તમારી સર્વ કૃતિઓ પર તમે તેને શાસક બનાવ્યો છે, સમસ્ત સૃષ્ટિ તમે તેના તાબા હેઠળ મૂકી છે.

7 ઘેટાંબકરાં, ગાયભેંસ અને વન્ય પશુઓ;

8 આકાશનાં પક્ષીઓ, સમુદ્રનાં માછલાં અને સમુદ્રનાં અન્ય જળચરો એ બધું તેને તાબે કર્યું છે.

9 હે યાહવે, અમારા પ્રભુ, સમસ્ત સૃષ્ટિમાં તમારું નામ કેટલું મહાન છે!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan