Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 75 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વરનો ન્યાય
(સંગીત સંચાલક માટે સૂચના: રાગ, હિબ્રૂ: અલ-તાસ્ખેથ (વિનાશ કરશો નહિ) આસાફનું ગીત)

1 હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. હે હાજરાહજૂર ઈશ્વર, અમે તમારા નામની પ્રશંસા કરીએ છીએ; લોકો તમારાં અદ્‍ભુત કાર્યો પ્રગટ કરે છે.


ઈશ્વરની મહત્તા

2 ઈશ્વર કહે છે, “નિર્ધારિત સમયે હું ન્યાય માટે સૌને બોલાવીશ અને નિષ્યક્ષપાતપણે ન્યાય કરીશ.

3 પૃથ્વી કાંપે તથા તેના સર્વ નિવાસીઓ ધ્રૂજી ઊઠે, તોય હું પૃથ્વીના આધારસ્તંભોને સ્થિર કરું છું. (સેલાહ)

4 હું ગર્વિષ્ઠોને અહંકાર ન કરવા જણાવું છું, અને દુષ્ટોને કહું છું કે તમારી સત્તા વિષે ગર્વ ન કરશો.

5 ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારશો નહિ, અને અક્કડ ગરદનથી બોલશો નહિ.”


સજા વિષે ચેતવણી

6 પૂર્વથી કે પશ્ર્વિમથી, ઉત્તરના પર્વતોથી કે દક્ષિણના રણપ્રદેશમાંથી ઉન્‍નતિ આવતી નથી.

7 કારણ, ઈશ્વર ન્યાયપૂર્વક શાસન કરે છે; એકને તે નીચો નમાવે છે અને બીજાને ઊંચો ઉઠાવે છે

8 પ્રભુના હાથમાં એક પ્યાલો છે, તેમાં તેમનો ક્રોધરૂપી મસાલેદાર રાતો આસવ ઊભરાય છે; તેમાંથી તે દુષ્ટોને પીરસે છે; પૃથ્વીના દુષ્ટો તેમાંથી તળિયે વધેલો કૂચો ય ચૂસી જશે.


ઈશ્વરની સ્તુતિ

9 પરંતુ હું સદાસર્વદા પ્રભુ સંબંધી જ વાત કરીશ અને આપણા પૂર્વજ યાકોબના ઈશ્વરનાં સ્તવન ગાઈશ.

10 તે દુષ્ટોની સત્તા તોડી પાડશે; પરંતુ નેકજનોની સત્તા સ્થાપન કરશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan