Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 72 - પવિત્ર બાઇબલ C.L.


રાજા માટે પ્રાર્થના
(શલોમોનનું ગીત)

1 હે ઈશ્વર, અમારા રાજાને તમારા જેવો અદલ ઇન્સાફ કરનાર બનાવો, તેના રાજવી વ્યક્તિત્વને ન્યાયપ્રિયતા પ્રદાન કરો.

2 જેથી તે તમારા લોક પર નેકીથી શાસન કરે, તથા તમારા પીડિત જનો પર ન્યાયપૂર્વક શાસન કરે.

3 દરેક પહાડ અને ટેકરી પર ઇન્સાફ અને શાંતિનું શાસન પ્રવર્તાઓ.

4 રાજા નિરાધારોના હકનું સમર્થન કરો, અને પીડિતજનોને જુલમમાંથી છોડાવો, અને તેમના અત્યાચારીઓને છૂંદી નાખો.

5 સૂર્ય ચંદ્ર તપે ત્યાં લગી, એટલે પેઢી દરપેઢી તે તમારો આદરયુક્ત ભય રાખો.

6 કાપેલાં ગોચરો પર વરસતા વરસાદ સમાન અને ધીખતી ધરાને સીંચતાં ઝાપટાં સમાન રાજા આશિષદાયક બની રહો.

7 તેના સમયમાં નેકી પાંગરો, અને ચંદ્ર ન રહે ત્યાં સુધી સમૃદ્ધિ ટકી રહો.

8 તેની રાજસત્તા એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી અને યુફ્રેટિસ નદીથી તે પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરો.

9 રણપ્રદેશની જાતિઓ તેની આગળ નમો અને તેના શત્રુઓ તેની સમક્ષ ધૂળ ચાટતા થઈ જાઓ.

10 તાર્શીશના તથા દરિયાપારના રાજાઓ તેને નજરાણાં ધરો, અને શેબા તથા શેબાના રાજાઓ તેને ખંડણી ભરો.

11 સર્વ રાજાઓ તેની આગળ પ્રણામ કરો અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરો.

12 ગરીબો પોકાર કરે ત્યારે તે તેમને જરૂર છોડાવશે. પીડિત અને નિ:સહાય જનોને તે સહાય કરશે.

13 તે નિર્બળ અને ગરીબો પર દયા દાખવશે, અને પીડિતોના પ્રાણ બચાવશે.

14 જુલમ અને હિંસામાંથી તે તેમને મુક્ત કરશે; તેની દષ્ટિમાં તેમના જીવ મૂલ્યવાન છે.

15 રાજા ચિરંજીવી બનો; શેબાનું સુવર્ણ તેને ધરવામાં આવો, તેને માટે નિરંતર પ્રાર્થના ગુજારવામાં આવો; તેના ઉપર સદા ઈશ્વરની આશિષ ઊતરો.

16 દેશમાં વિપુલ ધાન્ય પાકો, અને પર્વતોનાં શિખરો પર પણ પાક વિલસી રહો; લબાનોન પર્વતની જેમ ત્યાં ફળો લચી પડો, અને ઘાસથી ભરપૂર મેદાનોની જેમ નગરો માણસોથી ઊભરાઈ રહો.

17 તેનું નામ અમર રહો! સૂર્ય તપે ત્યાં સુધી તેની કીર્તિ તપો! સર્વ રાષ્ટ્રો તેના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરો અને તેઓ તેને ધન્ય કહો.

18 ઇઝરાયલના ઈશ્વર પ્રભુને ધન્ય હો; એકલા તે જ અજાયબ કાર્યો કરે છે.

19 તેમના ગૌરવી નામને સદાસર્વદા ધન્ય હો; અને સમસ્ત સૃષ્ટિ તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન! આમીન!

20 યિશાઈના પુત્ર દાવિદનાં પ્રાર્થના-ગીતો અહીં સમાપ્ત થાય છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan