Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 70 - પવિત્ર બાઇબલ C.L.


સહાય માટે યાચના
(સંગીત સંચાલક માટે સૂચના: યાદગીરીને અર્થે દાવિદનું ગીત)

1 હે ઈશ્વર, મને ઉગારો; હે પ્રભુ, સત્વરે મારી સહાય કરો.

2 જેઓ મારો જીવ લેવા પ્રયાસ કરે છે તેમને તમે લજ્જિત કરો અને ગૂંચવી નાખો. જેઓ મને ઈજા પહોંચાડવાની ઇચ્છા રાખે છે, તેમને તમે નસાડો અને અપમાનિત કરો.

3 જેઓ મારી ઠેકડી ઉડાડતાં ‘આહા, આહા’ કહે છે, તેમને તમે તેમની શરમજનક મશ્કરીને લીધે પાછા હટાવો.

4 પરંતુ તમારા શોધકો તમારાથી હર્ષિત અને આનંદિત બનો; તમારા ઉદ્ધારના ચાહકો નિત્ય કહો કે, “ઈશ્વર કેટલા મહાન છે!”

5 હું પીડિત અને દરિદ્ર છું; હે ઈશ્વર, સત્વરે મારી સહાય કરો. તમે જ મારા બેલી અને મુક્તિદાતા છો; હે પ્રભુ, વિલંબ ન કરો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan