Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 63 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વર માટે ઝંખના
(દાવિદનું ગીત: તે યહૂદિયાના રણપ્રદેશમાં હતો તે સમયનું)

1 હે ઈશ્વર, તમે જ મારા ઈશ્વર છો; હું આતુરતાથી તમારી ઝંખના સેવું છું. મારો પ્રાણ તમારે માટે તલસે છે, સૂકી, તાપે તપેલી તથા જલહીન ભૂમિ જેમ પાણી માટે તરસે, તેમ મારું હૃદય તમારે માટે તલપે છે.

2 તમારા પવિત્રસ્થાનમાં મને તમારું દર્શન કરાવો. જેથી હું તમારાં સામર્થ્ય અને ગૌરવ નિહાળી શકું.

3 તમારો પ્રેમ જીવન કરતાં ઉત્તમ છે. તેથી મારા હોઠો તમારું સ્તવન કરશે.

4 હું તમને જીવનભર ધન્યવાદ આપીશ; તમારે નામે હું હાથ જોડીને પ્રાર્થના કરીશ.

5 જાણે કે ભવ્ય ભોજનથી મારો પ્રાણ તૃપ્ત થયો હોય તેમ આનંદભર્યા હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ ગાશે.

6 હું મારા બિછાનામાં તમારું સ્મરણ કરું છું, અને રાત્રિના પ્રહરોમાં તમારું ધ્યાન ધરું છું.

7 કેમ કે તમે સદા મારા મદદગાર બન્યા છો, અને તમારી પાંખોની છાયામાં હું હર્ષભેર ગાઉં છું.

8 હું તમને વળગી રહું છું, અને તમારો જમણો હાથ મને સંભાળે છે.

9 પણ જેઓ મારો જીવ લેવા ચાહે છે તેઓ નાશ પામશે; તેઓ ધરતીનાં ઊંડાણોમાં ઊતરી પડશે.

10 તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને શિયાળવાંનો ભક્ષ થઈ પડશે.

11 પરંતુ રાજા તો ઈશ્વરના વિજયમાં આનંદ કરશે, તેમને નામે શપથ લેનાર વિજય મળ્યાથી તેમની સ્તુતિ કરશે, પરંતુ જૂઠાઓનાં મોં બંધ કરાશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan