Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 62 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વરમાં અવિચળ શ્રદ્ધા
(સંગીત સંચાલક માટે સૂચના: યદૂથુન રાગ પ્રમાણે ગાવા, દાવિદનું ગીત)

1 મારો પ્રાણ સહાયને માટે માત્ર ઈશ્વરની ધીરજપૂર્વક રાહ જુએ છે; તે જ મને ઉગારે છે.

2 એકલા તે જ મારા સંરક્ષક ખડક અને મારા ઉદ્ધારક છે; તે જ મારા શરણગઢ છે; તેથી હું નાસીપાસ થવાનો નથી.

3 નમી ગયેલી ભીંત કે ભાંગી પડેલી વાડ જેવો હું છું. હે દુષ્ટો, મને પાડી નાખવા તમે ક્યાં સુધી આક્રમણ કરશો?

4 તમે તો મને ઉચ્ચપદ પરથી ગબડાવી દેવાની યોજના કરો છો. તમે જૂઠથી હરખાઓ છો, મુખથી આશિષ ઉચ્ચારો છો, પણ દયથી તો શાપ દો છો. (સેલાહ)

5 મારો પ્રાણ સહાયને માટે માત્ર ઈશ્વરની ધીરજપૂર્વક રાહ જુએ છે; કેમ કે હું તેમના પર જ આશા રાખું છું.

6 એકલા તે જ મારા સંરક્ષક ખડક અને ઉદ્ધારક છે; તે જ મારા શરણગઢ છે; તેથી હું નાસીપાસ થવાનો નથી.

7 ઈશ્વર પર જ મારા બચાવ અને સન્માનનો આધાર છે; ઈશ્વર પોતે મારા સમર્થ ખડક અને શરણસ્થાન છે.

8 હે પ્રભુના લોક, તમે સદા ઈશ્વર પર ભરોસો રાખો, તેમની સમક્ષ તમારું હૃદય ઠાલવી દો; કારણ, તે જ આપણા શરણસ્થાન છે. (સેલાહ)

9 સાચે જ સામાન્ય જનો વ્યર્થ છે અને ખાનદાન લોકો મિથ્યા છે, તેમને સૌને ત્રાજવામાં સાથે તોલવામાં આવે તો ય તેમનું પલ્લું ઊંચું થશે; કારણ, તેઓ તો શ્વાસ કરતાં યે હલકા છે.

10 જુલમથી પડાવેલા પૈસા પર ભરોસો રાખશો નહિ; લૂંટેલી સંપત્તિથી લાભ થવાની આશા રાખશો નહિ; અને જો સંપત્તિમાં વૃદ્ધિ થાય, તો તે પર ચિત્ત ચોંટાડશો નહિ.

11 ઈશ્વર એકવાર બોલ્યા છે; બેવાર મેં આ વાત સાંભળી છે, કે

12 ‘સામર્થ્ય ઈશ્વરનું જ છે; અને હે પ્રભુ, પ્રેમ પણ તમારો જ છે; ત મે દરેકને તેનાં કાર્ય અનુસાર ફળ આપો છો.’

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan