Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 6 - પવિત્ર બાઇબલ C.L.


વિપત્તિમાં સહાય માટે પ્રાર્થના
(સંગીત સંચાલક માટે સૂચના: તંતુવાદ્ય સાથે શમીનીથ પ્રમાણે ગાવા, દાવિદનું ગીત)

1 હે પ્રભુ, ક્રોધે ભરાઈને મને ધમકી આપશો નહિ, તમારા રોષમાં મને સજા કરશો નહિ.

2 હે પ્રભુ, મારા પર દયા કરો; કારણ, હું નિર્બળ થઈ ગયો છું. મને સાજો કરો; કારણ, મારાં હાડકાંમાં પીડા થાય છે.

3 મારો જીવ અતિ વ્યગ્ર બન્યો છે. પ્રભુ, કયાં સુધી તમે મને સાજો નહિ કરો?

4 હે પ્રભુ, આવો, મારો જીવ બચાવો. તમારા પ્રેમને લીધે મને મરણમાંથી ઉગારો.

5 કારણ, મરણ પછી તમારું સ્મરણ કોણ કરશે? અને મૃત્યુલોક શેઓલમાં તમારી સ્તુતિ કોણ કરશે?

6 મારા નિ:સાસાથી હું નિર્ગત થઈ ગયો છું; દર રાતે આંસુથી મારી પથારી ભીંજાઈ જાય છે, અને રુદનથી મારું બિછાનું ભીનું થઈ જાય છે.

7 શોકથી મારી આંખો ક્ષીણ થઈ છે મારા શત્રુઓને લીધે તે ખૂબ નબળી પડી ગઈ છે.

8 હે દુરાચારીઓ, મારાથી દૂર જાઓ, કારણ, પ્રભુએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.

9 પ્રભુએ મારી અરજ સાંભળી છે, તેમણે મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે.

10 મારા શત્રુઓ પરાજયથી લજ્જિત અને વ્યથિત થશે; તેઓ ભોંઠા પડીને એકાએક નાસી છૂટશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan