ગીતશાસ્ત્ર 53 - પવિત્ર બાઇબલ C.L.જુલમગારો વિરુદ્ધ પોકાર (સંગીત સંચાલક માટે સૂચના: રાગ માહલાથ પ્રમાણે; દાવિદનું માસ્કીલ) 1 મૂર્ખ પોતાના મનમાં માને છે કે, “ઈશ્વરનું અસ્તિત્વ જ નથી.” તેઓ ભ્રષ્ટ છે અને તેમણે ઘૃણાજનક દુષ્ટતા આચરી છે અને સર્ત્ક્ય કરનાર એક પણ નથી. 2 કોઈ સમજુ કે ઈશ્વરની ઝંખના સેવનાર છે કે કેમ તે જોવાને ઈશ્વર સ્વર્ગમાંથી માનવજાત પર દષ્ટિ કરે છે. 3 પરંતુ તેઓ સઘળા અવળે માર્ગે ચઢી ગયા છે. તેઓ સૌ એક્સરખા ભ્રષ્ટ થયા છે અને સર્ત્ક્ય કરનાર કોઈ નથી. ના, એક પણ નથી. 4 આ ભ્રષ્ટાચારીઓ કાંઈ જ સમજતા નથી. અને તેઓ કદી ઈશ્વરને પ્રાર્થના પણ કરતા નથી. જાણે રોટલી ખાતા હોય તેમ તેઓ મારા લોકને ખાઈ જાય છે! 5 ભૂતકાળમાં ક્યારેય ન થયા હોય એવા આતંક્તિ તેઓ થશે. કારણ, ઈશ્વર પોતાના લોકના દુશ્મનોનાં હાડકાં વિખેરી નાખશે. ઈશ્વરે તેમનો ત્યાગ કર્યો છે, તેથી તેઓ પરાજયથી લજ્જિત થશે. 6 સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર સત્વરે પ્રગટ થાય તો કેવું સારું! ઈશ્વર પોતાના લોકને પુન: આબાદ કરશે, ત્યારે યાકોબના વંશજો આનંદ કરશે અને ઇઝરાયલના લોકો હર્ષ પામશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide