Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 52 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વરનો ન્યાયચુકાદો અને તેમની કૃપા દુષ્ટનો તિરસ્કાર
(સંગીત સંચાલક માટે સૂચના: દોએગ અદોમીએ જઈને શાઉલને સમાચાર આપ્યા કે દાવિદ અહિમેલેખના નગરમાં આવ્યો છે તે સમયનું દાવિદનું માસ્કીલ)

1 હે જુલમી, શા માટે તું તારી દુષ્ટતાની બડાઈ હાંકે છે?

2 શા માટે તું હંમેશા ઈશ્વરના પ્રિયજનો વિરુદ્ધ દુષ્ટ યોજનાઓ રચે છે? તારી જીભ ધારદાર અસ્ત્રા જેવી છે; તું હંમેશા છળકપટમાં રાચે છે.

3 તું ભલાઈ કરતાં ભૂંડાઈને અને સત્ય કરતાં જૂઠને અધિક ચાહે છે. (સેલાહ)

4 હે કપટી જીભ, તને તો વિનાશકારી વાણી ગમે છે.


દુષ્ટને સજા

5 તેથી ઈશ્વર તને સદાને માટે કચડી નાખશે તે તારા તંબૂમાંથી તને પકડીને ખેંચી કાઢશે. તે તને જીવતાઓની ભૂમિ પરથી ઉખેડી નાખશે. (સેલાહ)

6 નેકજનો એ જોશે અને ભયભીત થશે. તેઓ તારો ઉપહાસ કરતાં કહેશે:

7 “આ માણસને જુઓ; જેણે ઈશ્વરને પોતાના આશ્રય ન બનાવ્યા, પરંતુ પોતાના વિપુલ ધન પર ભરોસો રાખ્યો, અને પોતાની દુષ્ટતામાં સલામતી શોધી તે એ છે.”


સ્તુતિ

8 પરંતુ હું તો ઈશ્વરના ઘરમાં પાંગરતા લીલાછમ ઓલિવવૃક્ષ જેવો છું; હું ઈશ્વરના પ્રેમ પર સદાસર્વદા ભરોસો રાખું છું.

9 હે ઈશ્વર, તમારા એ કાર્યને લીધે હું તમારી આભારસ્તુતિ કરીશ, અને તમારા સંતોની સંમુખ તમારા નામની શ્રેષ્ઠતા પ્રસિદ્ધ કરીશ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan