Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 46 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વર આપણી સાથે: ઈમાનુએલ
(સંગીત સંચાલક માટે સૂચના: કોરાના પુત્રોનું ગીત; રાગ ‘અલામોથ’)

1 ઈશ્વર અમારા આશ્રય અને અમારું બળ છે; સંકટ સમયે તે સદા સાક્ષાત્ સહાયક છે.

2 તેથી અમે ડરવાના નથી. પછી ભલેને પૃથ્વી મોટા ધરતીકંપોથી કંપી ઊઠે, અને પર્વતો સાગરના તળિયે ફેંક્ય.

3 સમુદ્રો ભલેને ગર્જે અને ફીણ ઉપજાવે, અને સમુદ્રજળની થપાટોથી ટેકરીઓ કાંપી ઊઠે!

4 જેનાં ઝરણાં ઈશ્વરના નગરને અને તેમાં આવેલા તેમના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે.

5 ઈશ્વર તે નગરમાં છે, તેથી તેને કદી ઉથલાવી શકાશે નહિ; સત્વરે ઈશ્વર તેને સહાય કરશે.

6 રાષ્ટ્રો ભયભીત થાય છે, રાજ્યો ડગમગી જાય છે; ઈશ્વર ગર્જના કરે છે અને પૃથ્વી પીગળી જાય છે.

7 સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)

8 આવો, અને પ્રભુનાં મહાકાર્યો નિહાળો; તેમણે પૃથ્વી પર કેવાં આંતકપ્રેરિત કાર્યો કર્યાં છે તે જુઓ.

9 તે પૃથ્વીના છેડા સુધી યુદ્ધો અટકાવી દે છે; તે ધનુષ્યો ભાંગી નાખે છે. ભાલાઓને તોડી નાખે છે; અને ઢાલોને બાળી નાંખે છે.

10 ઈશ્વર કહે છે, “શાંત થાઓ અને કબૂલ કરો કે, હું ઈશ્વર છું; હું રાષ્ટ્રોમાં સર્વોપરિ અને પૃથ્વીમાં સર્વસત્તાધીશ છું.”

11 સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan