Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 43 - પવિત્ર બાઇબલ C.L.


(ગીત-42ના અનુસંધાનમાં)

1 હે ઈશ્વર, મને ન્યાય અપાવો, અધર્મી પ્રજા સામે મારા પક્ષમાં દલીલો રજૂ કરો; કપટી અને અન્યાયી માણસોથી મને ઉગારો.

2 તમે તો મારા સમર્થક છો; તો પછી શા માટે તમે મારી ઉપેક્ષા કરો છો? શા માટે મારા શત્રુઓના જુલમને લીધે હું શોક કરતો ફરું છું?

3 તમારો પ્રકાશ અને તમારું સત્ય* મોકલો, જેથી તેઓ મને માર્ગદર્શન આપે; તેઓ મને તમારા પવિત્ર સિયોન પર્વત પર તથા તમારા નિવાસસ્થાનમાં દોરી જાય.

4 ત્યારે હું ઈશ્વરની વેદી પાસે, તથા મારા પરમાનંદ એવા ઈશ્વર પાસે આવીશ. હે ઈશ્વર, મારા ઈશ્વર હું મારી વીણા સાથે તમારી સ્તુતિ ગાઈશ.

5 “હે મારા પ્રાણ, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ઉચાટ પામ્યો છે? ઈશ્વર પર ભરોસો રાખ! અને હું ફરીથી મારા ઉદ્ધારક ઈશ્વરનાં સ્તુતિગાન ગાઈશ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan