Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 36 - પવિત્ર બાઇબલ C.L.


દુષ્ટોની અધમતા અને ઈશ્વરની ભલાઈ દુષ્ટોની અધમતા
(સંગીત સંચાલક પ્રતિ: પ્રભુના સેવક દાવિદનું ગીત)

1 અપરાધ દુષ્ટના દયને પ્રેરે છે, તેની દષ્ટિમાં ઈશ્વરનો ભય છે જ નહિ.

2 તે પોતાના મનમાં અહંકાર કરે છે કે, ન તો તેનો અપરાધ જડશે, ન તો તેનો તિરસ્કાર થશે.

3 તેના મુખના શબ્દો નઠારા અને ઠગારા છે. તેણે ડહાપણભર્યા વર્તાવ અને ભલાઈને તિલાંજલિ આપી છે.

4 તે પોતાના બિછાના પર હાનિકારક પ્રપંચ યોજે છે, તે અવળે માર્ગે ચઢી ગયો છે; અને ભૂંડાઈને તજતો નથી.


ઈશ્વરની ભલાઈ

5 હે પ્રભુ, તમારો પ્રેમ આકાશો સુધી પ્રસરેલો છે, અને તમારું વિશ્વાસુપણું વાદળાંને આંબે છે.

6 તમારી ન્યાયશીલતા ઊંચા પર્વતોના જેવી મહાન છે અને તમારા ન્યાયચુકાદા અગાધ ઊંડાણ જેવા ગહન છે. હે પ્રભુ, તમે મનુષ્યો અને પશુઓની સંભાળ લો છો.

7 હે ઈશ્વર, તમારો પ્રેમ કેવો અમૂલ્ય છે. તમારી પાંખોની છાયામાં મનુષ્યો આશ્રય લે છે.

8 તેઓ તમારા ઘરની વિપુલતાથી ધરાશે, અને તમારા આહ્લાદક ઝરણાંમાંથી પીને તૃપ્ત થશે.

9 કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે અને તમારા પ્રકાશને લીધે અમે પ્રકાશ જોઈશું.


પ્રાર્થના

10 તમારા અનુભવમાં આવેલાઓ પર તમારો પ્રેમ અને નિખાલસ દિલવાળા પર તમારું વિશ્વાસુપણું જારી રાખજો.

11 ગર્વિષ્ટોના પગ મને કચડી ન નાખે, તથા દુષ્ટોના હાથ મને હાંકી ન કાઢે તેવું થવા દો.


દુષ્ટોનો અંજામ

12 જુઓ, દુષ્ટો કેવા પડી ગયા છે! તેઓ નીચે પછાડાયા છે અને પાછા ઊઠી શકશે નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan