Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 3 - પવિત્ર બાઇબલ C.L.


સવારની પ્રાર્થના: સહાય માટે યાચના
(દાવિદ પોતાના પુત્ર આબ્શાલોમથી નાસી છૂટયો તે સમયનું તેનું ગીત)

1 હે પ્રભુ, મારા દુશ્મનો અસંખ્ય છે, ઘણા વિરોધીઓ મારી સામે પડયા છે.

2 તેઓ મારે વિષે વાતો કરે છે કે, ‘ઈશ્વર તેને બચાવશે નહિ.’ (સેલાહ)

3 પરંતુ હે પ્રભુ, તમે તો ઢાલરૂપે ચારે બાજુથી મારું રક્ષણ કરો છો; તમે મારું ગૌરવ વધારો છો અને મારું મસ્તક ઉન્‍નત કરો છો.

4 હું સહાય માટે પ્રભુને મોટેથી પોકારું છું, અને તે મને પોતાના પવિત્ર પર્વત પરથી ઉત્તર આપે છે. (સેલાહ)

5 હું પથારીમાં પડું ત્યારે મને ઊંઘ આવી જાય છે; હું સવારે જાગું છું અને જોઉં છું કે પ્રભુ મારી સંભાળ રાખે છે.

6 ચારે બાજુએથી મને ઘેરી વળેલા હજારો સૈનિકોથી હું ડરતો નથી.

7 હે પ્રભુ, ઊઠો, મારા ઈશ્વર, મને ઉગારો! તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કરો છો, અને દુષ્ટોના દાંત ભાંગી નાખો છો.

8 ઉદ્ધાર તો પ્રભુ થકી જ મળે છે! પ્રભુ તમારી આશિષ તમારા લોક પર હો! (સેલાહ)

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan