Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 29 - પવિત્ર બાઇબલ C.L.


યાહવેની ગર્જનાનો સાદ
(દાવિદનું ગીત)

1 હે સ્વર્ગીય દૂતો, પ્રભુને સન્માન આપો. ગૌરવ અને સામર્થ્ય પ્રભુનાં છે એવું સ્વીકારી તેમને સન્માનો.

2 યાહવેનું નામ કેવું ગૌરવી છે તે ઘોષિત કરો.

3 પ્રભુની ગર્જના સમુદ્રો પર ગર્જે છે; ગૌરવી ઈશ્વર ગર્જે છે; પ્રભુ મહાસાગરો પર ગર્જે છે;

4 પ્રભુની ગર્જના શક્તિશાળી છે. પ્રભુની ગર્જના મહત્તાથી ભરપૂર છે.

5 પ્રભુની ગર્જના મજબૂત ગંધતરુઓને ભાંગી નાખે છે. તે લબાલોનના મજબૂત ગંધતરુઓના ચૂરેચૂરા કરી નાખે છે.

6 તે લબાનોનના પર્વતોને વાછરડાની જેમ અને સિયોન પર્વતને આખલાના બચ્ચાંની જેમ કૂદાવે છે.

7 પ્રભુની ગર્જના વીજળીના ચમકારા ફેલાવે છે.

8 પ્રભુની ગર્જના વેરાનપ્રદેશને ધ્રુજાવે છે, પ્રભુ કાદેશના વેરાનપ્રદેશને થથરાવે છે.

9 પ્રભુની ગર્જના મજબૂત એલોનવૃક્ષોને હચમચાવી નાખે છે, અને વનવૃક્ષોનાં ડાળપાંદડાં ખરી પડે છે. તે સમયે તેમના મંદિરમાં સઘળા પોકારે છે: “ગૌરવ”

10 પ્રભુ જળપ્રલય પર સત્તા ચલાવે છે. પ્રભુ સદાસર્વદા રાજા તરીકે બિરાજમાન છે:

11 પ્રભુ પોતાના લોકને બળવાન કરો. પ્રભુ પોતાના લોકને કલ્યાણનો આશીર્વાદ આપો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan