Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 25 - પવિત્ર બાઇબલ C.L.


માર્ગદર્શન અને રક્ષણ માટે પ્રાર્થના א આલેફ
(દાવિદનું ગીત)

1 હે પ્રભુ, હું મારા ખરા દયથી તમારી ઉપાસના કરું છું.


ב બેથ

2 હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું, મારી લાજ રાખજો; મારા શત્રુઓને મારા પર જયજયકાર કરવા ન દો.


ג ગિમેલ

3 તમારા પર આશા રાખનારાઓ લજવાશે નહિ. પરંતુ, તમારો વિનાકારણ વિશ્વાસઘાત કરનારા લજવાશે.


ד‎ દાલેથ

4 હે પ્રભુ, મને તમારો માર્ગ દર્શાવો; મને તમારા રસ્તાને અનુસરવાનું શીખવો.


ה‎ હે

5 તમે મારા ઉદ્ધારક ઈશ્વર છો. મને તમારા સાચા માર્ગે ચાલતાં શીખવો, હું સદા તમારા પર આશા રાખું છું.


ו વાવ ז ઝાયિન

6 હે પ્રભુ, તમારી રહેમ અને તમારા પ્રેમનું સ્મરણ કરો! એ તમે સદા દર્શાવતા રહો છો.


ח ખેથ

7 મારી યુવાનીમાં કરેલાં પાપ અને અપરાધો સંભારશો નહિ, પણ હે પ્રભુ, તમારી ભલાઈ અને તમારા પ્રેમ પ્રમાણે મને સંભારો.


ט ટેથ

8 પ્રભુ ભલા અને સાચા છે. તેથી તે પાપીઓને પોતાના માર્ગ વિષે શીખવશે.


י યોદ

9 નમ્રજનોને તે સાચે માર્ગે દોરે છે અને તેમને પોતાના માર્ગ વિશે શીખવે છે.


כ કાફ

10 પ્રભુની આજ્ઞાઓ અને તેમનો કરાર પાળનારાઓને માટે તેમના માર્ગો પ્રેમ અને સચ્ચાઈપૂર્ણ છે.


ל લામેદ

11 હે પ્રભુ, તમારા નામની ખાતર મારા મોટા અપરાધની મને ક્ષમા આપો.


מ મેમ

12 જો કોઈ પ્રભુનો આદરપૂર્વક ડર રાખે, તો પ્રભુ તેને કયો માર્ગ પસંદ કરવો તે શીખવશે.


נ નૂન

13 તે જાતે સુખી થશે; વળી, તેના વંશજો દેશનો વારસો પામશે.


ס સામેખ

14 પ્રભુ તેમના ભક્તોને પોતાના ગૂઢ ઇરાદા જણાવે છે, અને તેમની સાથેના પોતાના કરારનું સમર્થન કરે છે.


ע આયિન

15 મારી મીટ સદા પ્રભુ પર મંડાયેલી છે: કારણ, તે જ મારા પગોને જાળમાંથી છોડાવનાર છે.


פ પે

16 હે પ્રભુ, મારા તરફ જુઓ અને મારા પ્રત્યે દયા દર્શાવો; કારણ, હું એકલવાયો અને દુ:ખી છું.


צ ત્સાદે

17 મારા દયની પારાવાર વેદના દૂર કરો અને મારાં બધાં સંકટોમાંથી મને ઉગારો.


ק કોફ

18 મારાં દુ:ખો અને મુશ્કેલીઓ જુઓ; મારાં સર્વ પાપોની ક્ષમા આપો.


ר રેશ

19 મારા શત્રુઓની સંખ્યા કેટલી મોટી છે તે જુઓ; તેઓ મારી ક્રૂર ઘૃણા કરે છે


ש શીન

20 મારા જીવની રક્ષા કરો અને મને છોડાવો; મારી લાજ રાખજો, કારણ, હું તમારે શરણે આવ્યો છું.


ת તાવ

21 પ્રામાણિક્તા અને સચ્ચાઈ મારું રક્ષણ કરો; કારણ, હું તમારી આશા રાખું છું.

22 હે ઈશ્વર, તમારા લોક ઇઝરાયલને તેમનાં સર્વ સંકટોમાંથી છોડાવો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan