Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 24 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુ, ગૌરવી રાજા
(દાવિદનું ગીત)

1 પૃથ્વી અને તેનું સર્વસ્વ પ્રભુનાં છે; દુનિયા અને તેના પર વસનારાં બધાં તેમનાં જ છે.

2 તેમણે પૃથ્વીની નીચેના જળનિધિનો પાયો નાખ્યો, અને તેની નીચેના જળપ્રવાહો પર તેને સ્થાપી.

3 પ્રભુના સિયોનપર્વત પર કોણ ચઢી શકે? તેમના પવિત્રસ્થાનમાં કોણ ઊભું રહી શકે?

4 એવા જનો કે જેમના હાથનાં કાર્ય શુદ્ધ હોય અને દયના વિચારો નિર્મળ હોય અને જેઓ મિથ્યા મૂર્તિઓ પર પોતાનું દિલ લગાડતા નથી કે જૂઠા સોગન ખાતા નથી.

5 એવા જનો પ્રભુની આશિષ પ્રાપ્ત કરશે, અને તેમના ઉદ્ધારક ઈશ્વર તેમને નિર્દોષ જાહેર કરશે.

6 આ તો એવી પેઢીના લોક છે જે ઈશ્વરને શોધે છે, અને યાકોબના ઈશ્વરના મુખનાં દર્શનની ઝંખના સેવે છે. (સેલાહ)

7 હે દરવાજાઓ, તમારાં મસ્તક ઊંચા કરો, હે સનાતન દ્વારો, તમે પણ ઊંચાં થાઓ; જેથી ગૌરવી રાજા અંદર આવે.

8 આ ગૌરવી રાજા કોણ છે? યાહવે, જે શક્તિશાળી અને પરાક્રમી છે; યાહવે, જે યુદ્ધમાં પરાક્રમી છે, તે જ તે છે.

9 હે દરવાજાઓ, તમારાં મસ્તક ઊંચાં કરો, હે સનાતન દ્વારો, તમે પણ ઊંચાં થાઓ; જેથી ગૌરવી રાજા અંદર આવે.

10 આ ગૌરવી રાજા કોણ છે? સેનાધિપતિ પ્રભુ! એ જ ગૌરવી રાજા છે. (સેલાહ)

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan