ગીતશાસ્ત્ર 23 - પવિત્ર બાઇબલ C.L.પરિપાલન કરનાર પ્રભુ (દાવિદનું ગીત) 1 યાહવે મારા પાલક છે; તેથી મને કશી અછત પડશે નહિ. 2 તે મને લીલાંછમ ઘાસનાં ચરાણોમાં ચરાવે છે, તે મને શાંત ઝરણા પાસે દોરી જાય છે, અને મારા પ્રાણને તાજગી બક્ષે છે. 3 પોતાના નામને લીધે તે મને સીધી કેડીઓ પર ચલાવે છે. 4 મારે ઘોર અંધારી ખીણમાંથી પસાર થવું પડે, તોયે મને કશા અનિષ્ટનો ડર લાગશે નહિ. કારણ, હે પ્રભુ, તમે મારી સાથે છો. તમારા હાથમાંની ડાંગ અને લાકડી મને સાંત્વન આપે છે. 5 મારા શત્રુઓની નજર સામે જ તમે મારે વાસ્તે મિજબાની ગોઠવો છો! મારે માથે સુગંધી તેલ ચોળીને તમે મારું સ્વાગત કરો છો! અને મારો પ્યાલો છલકાઈ જાય ત્યાં સુધી ભરો છો! 6 સાચે જ તમારી ભલાઈ અને તમારો પ્રેમ જીવનભર મારા સાથી બનશે અને હું સદાસર્વદા યાહવે ઘરમાં નિવાસ કરીશ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide