Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 20 - પવિત્ર બાઇબલ C.L.


રાજાના વિજય માટે પ્રાર્થના રાજા માટે લોકોની શુભેચ્છા
(સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત)

1 સંકટને સમયે પ્રભુ તમને ઉત્તર આપો; યાકોબના ઈશ્વરનું નામ તમારી રક્ષા કરો.

2 તે પોતાના પવિત્ર સ્થાનમાંથી તમને સહાય કરો; સિયોન પર્વત પરથી તમને શક્તિ આપો.

3 તે તમારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો, વિશેષત: તમારા દહનબલિથી સંતુષ્ટ થાઓ. (સેલાહ)

4 તે તમારી મનોકામના પૂર્ણ કરો અને તમારી સર્વ યોજનાઓને સફળ બનાવો.

5 પછી તો અમે તમારા વિજયને લીધે જય જયકાર કરીશું અને અમે આપણા ઈશ્વરને નામે વિજયપતાકાઓ ફરકાવીશું. પ્રભુ તમારી સર્વ અરજો પરિપૂર્ણ કરો.


રાજાનો પ્રતિભાવ

6 હવે મને ખાતરી છે કે, પોતે અભિષિક્ત કરેલ રાજાને પ્રભુ વિજય આપે છે, તે તેમના પવિત્ર સ્વર્ગમાંથી રાજાને ઉત્તર આપે છે, અને પોતાના જમણા હાથની શક્તિથી વિજય પમાડે છે.

7 કોઈ રથોનો અને કોઈ ઘોડાઓનો અહંકાર રાખે છે, પરંતુ આપણે તો આપણા ઈશ્વર યાહવેના નામનું સહાય માટે સ્મરણ કરીશું.

8 તેઓ તો ઠોકર ખાઈને પતન પામશે, પરંતુ આપણે તો ઊઠીને ઊભા થઈશું.


લોકોનો પ્રતિભાવ

9 હે પ્રભુ, રાજાને વિજય પ્રદાન કરો; અમે પોકારીએ ત્યારે ઉત્તર દો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan