ગીતશાસ્ત્ર 150 - પવિત્ર બાઇબલ C.L.યાહવેની સ્તુતિ કરો 1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! તેમના પવિત્રસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો; આકાશના ધુમ્મટ નીચે પણ તેમની સ્તુતિ કરો. 2 તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમની ઉત્તમ મહાનતાને માટે તેમની સ્તુતિ કરો. 3 રણશિંગડું વગાડીને તેમની સ્તુતિ કરો; વીણા અને તાનપુરાથી તેમની સ્તુતિ કરો. 4 ખંજરી અને નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; તંતુવાદ્યો અને શરણાઈથી તેમની સ્તુતિ કરો. 5 તીવ્ર સ્વરવાળી ઝાંઝ સાથે તેમની સ્તુતિ કરો; મોટી ઝાંઝના ઉચ્ચ નાદથી તેમની સ્તુતિ કરો. 6 શ્વાસ લેનારા સર્વ સજીવો યાહની સ્તુતિ કરો. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide