Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 15 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુનો સહનિવાસી
(દાવિદનું ગીત)

1 હે પ્રભુ, તમારા મંદિરમાં કોણ મુકામ કરી શકે? તમારા પવિત્ર સિયોન પર્વત પર કોણ નિવાસ કરી શકે?

2 જેની ચાલચલગત સીધી છે, જે હંમેશા નેકી આચરે છે, અને જે દયપૂર્વક સત્ય બોલે છે,

3 જેની જીભ નિંદામાં રાચતી નથી, જે પોતાના મિત્રનું બૂરું કરતો નથી, અને પોતાના પડોશીની બદનક્ષી કરતો નથી,

4 જેની દષ્ટિમાં અધમ માણસ તિરસ્કારપાત્ર છે, પરંતુ પ્રભુના ભક્તોને સન્માન આપે છે, જાતે નુક્સાન ભોગવીને પણ તે સોગંદ પાળે છે, અને ફરી જતો નથી,

5 જે વ્યાજખોરી માટે જ નાણાં ઉછીનાં આપતો નથી, અને જે લાંચ લઈને નિર્દોષ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવા લલચાતો નથી, એવાં કાર્યો કરનાર મનુષ્ય કદી ડગશે નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan