Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 148 - પવિત્ર બાઇબલ C.L.


સ્વર્ગમાં સ્તુતિ

1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! સ્વર્ગમાં વસનારાઓ, પ્રભુની સ્તુતિ કરો; ઉચ્ચ સ્થાનોમાં વસનારાઓ, તેમની સ્તુતિ કરો.

2 હે ઈશ્વરના દૂતો, તેમની સ્તુતિ કરો; હે પ્રભુનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.

3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; હે પ્રકાશિત તારાગણો, તેમની સ્તુતિ કરો.

4 આકાશોનાં આકાશો, તેમની સ્તુતિ કરો, આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો.

5 તે સર્વ યાહવેના નામની સ્તુતિ કરે, કારણ, તેમની આજ્ઞા વડે તેઓ સર્જાયાં.

6 તેમણે અપરિવર્તનશીલ નિયમ વડે તેમને તેમનાં સ્થાનોએ સદાસર્વદાને માટે સ્થાપ્યાં છે.


પાતાળમાં સ્તુતિ

7 પૃથ્વી પર વસનારા, પ્રભુની સ્તુતિ કરો; જળ રાક્ષસો અને સર્વ ઊંડાણો;


પૃથ્વી પર સ્તુતિ

8 વીજળી તથા કરા; હિમ તથા મેઘ; ઈશ્વરની આજ્ઞા પાળનારા આંધીના પવનો;

9 પર્વતો અને સર્વ ડુંગરાઓ; ફળવૃક્ષો અને સર્વ ગંધતરુઓ;

10 વનનાં રાની પશુઓ તથા સર્વ ઢોર; પેટે ચાલતાં જીવજંતુઓ અને ઊડનારાં પક્ષીઓ;

11 પૃથ્વીના રાજાઓ તથા સર્વ પ્રજાઓ; નેતાઓ અને પૃથ્વીના સર્વ શાસકો;

12 યુવાનો અને યુવતીઓ; વૃદ્ધો અને બાળકો

13 એ સૌ યાહવેના નામની સ્તુતિ કરો; કારણ, માત્ર તેમનું જ નામ સૌથી બુલંદ છે; તેમની ભવ્યતા આકાશ અને પૃથ્વી કરતાં મહાન છે.

14 ઈશ્વરે પોતાના લોકોને શક્તિમાન બનાવ્યા છે; જેથી તેમના સર્વ સંતો, એટલે, તેમના પ્રિય ઇઝરાયલ લોક તેમની સ્તુતિ કરે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan