Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 146 - પવિત્ર બાઇબલ C.L.


ઉદ્ધારર્ક્તા ઈશ્વરની સ્તુતિ

1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! હે મારા આત્મા, પ્રભુની સ્તુતિ કર.

2 હું જીવનભર પ્રભુની સ્તુતિ કરીશ. મારી હયાતીના અંત સુધી હું ઈશ્વરનાં સ્તવનો ગાઈશ.

3 હું નેતાઓ પર ભરોસો રાખીશ નહિ, તેમજ માનવજાત પર પણ નહિ; કારણ, તેમની પાસે ઉદ્ધાર નથી.

4 શ્વાસ બંધ થતાં માનવી માટીમાં મળી જાય છે, અને તે જ દિવસે તેની યોજનાઓનો અંત આવે છે

5 જેના સહાયક યાકોબના આરાધ્ય ઈશ્વર છે, અને જે પોતાના ઈશ્વર પ્રભુ પર આશા રાખે છે તેને ધન્ય છે.

6 પ્રભુ તો આકાશ, પૃથ્વી અને સમુદ્રના તથા તેમાં જે કંઈ છે તે સર્વના સર્જક છે. તે સદા સત્યના રક્ષક છે.

7 તે જુલમપીડિતોના પક્ષમાં ન્યાય આપે છે; તે ભૂખ્યાંને ભોજન આપે છે. પ્રભુ બંદીવાનોને મુક્ત કરે છે;

8 પ્રભુ અંધજનોને દેખતા કરે છે; પ્રભુ પતિતોને ઊઠાવે છે; પ્રભુ નેકજનો પર પ્રેમ રાખે છે;

9 પ્રભુ પરદેશીઓનું રક્ષણ કરે છે; પ્રભુ અનાથો અને વિધવાઓને સંભાળે છે, પણ પ્રભુ દુષ્ટોની યોજનાઓને નિષ્ફળ કરે છે.

10 પ્રભુ સર્વકાળ રાજ કરશે. હે સિયોન, તારા ઈશ્વર પેઢી દરપેઢી રાજ કરશે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan