Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 145 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વરની મહાનતા અને ભલાઈ א આલેફ
(દાવિદનું સ્તુતિગીત)

1 હે મારા ઈશ્વર, મારા રાજા, હું લોકોમાં તમારી મહાનતા જાહેર કરીશ. હું સદાસર્વદા તમારા નામને ધન્ય કહીશ.


ב બેથ

2 પ્રતિદિન હું તમને ધન્ય કહીશ; હું સદાસર્વદા તમારા નામની સ્તુતિ કરીશ.


ג ગિમેલ

3 પ્રભુ મહાન છે અને અત્યંત સ્તુતિપાત્ર છે; તેમનું મહાત્મ્ય અગમ્ય છે.


ד‎ દાલેથ

4 એક પેઢી બીજી પેઢી સમક્ષ તમારાં અદ્‍ભુત કાર્યોની પ્રશંસા કરશે, અને તમારા પરાક્રમનાં કાર્યોને પ્રસિદ્ધ કરશે.


ה‎ હે

5 તેઓ તમારા ગૌરવની મહત્તા અને ભવ્યતાનું વર્ણન કરશે, અને હું પણ તમારાં અજાયબ કાર્યો પર મનન કરીશ.


શ્ર્ વાવ

6 લોકો તમારાં ભયાવહ કાર્યોનું સામર્થ્ય પ્રગટ કરશે, અને હું પણ તમારી મહાનતા જાહેર કરીશ.


ז ઝાયિન

7 તેઓ તમારી અપાર ભલાઈનું સ્મરણ કરી તમારા ગુણગાન ગાશે, અને તમારી ઉદ્ધારકશક્તિ વિષે આનંદપૂર્વક જયજયકાર કરશે.


ח ખેથ

8 પ્રભુ કૃપાળુ અને દયાળુ છે; તે મંદરોષી અને પ્રેમથી ભરપૂર છે.


ט ટેથ

9 પ્રભુ સર્વ પ્રત્યે ભલા છે; તેમણે સરજેલા સર્વ સજીવો પર તે દયા દર્શાવે છે.


י યોદ

10 હે પ્રભુ, તમે સર્જેલા સર્વ જીવો તમારો આભાર માને છે; તમારા સંતો તમને ધન્ય કહે છે.


כ કાફ

11 તેઓ તમારું રાજદ્વારી ગૌરવ પ્રસિદ્ધ કરશે; તેઓ તમારા પરાક્રમ વિષે વાતો કરશે.


ל લામેદ

12 તેઓ અન્ય મનુષ્યો સમક્ષ તમારાં પરાકર્મી કાર્યો અને તમારા રાજ્યાધિકારની ભવ્યતાનું ગૌરવ પ્રગટ કરશે.


. મેમ

13 તમારો રાજ્યાધિકાર સાર્વકાલિક છે; તમારું શાસન પેઢી દરપેઢી ટકે છે.


נ નૂન ס સામેખ

14 પ્રભુ પડતા જનોને ટેકો આપે છે, અને નીચે પડી ગયેલા જનોને ઉઠાવી લે છે.


ע આયિન

15 સૌ સજીવો તમારા પર મીટ માંડે છે, અને યોગ્ય સમયે તમે તેમને આહાર આપો છો.


פ પે

16 તમે સૌ સજીવોને ઉદાર હાથે આપો છો, અને તેમની ઇચ્છા તૃપ્ત કરો છો.


צ ત્સાદે

17 પ્રભુ પોતાના સર્વ માર્ગોમાં વાજબી છે, અને પોતાનાં સર્વ કાર્યોમાં કૃપાળુ છે.


ק કોફ

18 પ્રભુ તેમને પોકારનાર સર્વની સમીપ છે; સાચા ભાવથી તેમને પોકારનાર સર્વની નિકટ છે.


ר રેશ

19 તે પોતાના ભક્તોની ઇચ્છા પૂર્ણ કરે છે, તે તેમની અરજ સાંભળે છે ને તેમને ઉગારે છે.


ש શીન

20 પ્રભુ તેમના પર પ્રીતિ રાખનાર સર્વનું રક્ષણ કરે છે, પરંતુ તે સર્વ દુષ્ટોનો સંહાર કરે છે.


ת તાવ

21 મારું મુખ યાહવેની સ્તુતિ કરશે; તેમણે સર્જેલા સર્વ જીવો તેમના પવિત્ર નામને સદા ધન્ય કહો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan