Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 142 - પવિત્ર બાઇબલ C.L.


સંકટમાં સહાય માટે પ્રાર્થના
(દાવિદ ગુફામાં હતો તે સમયનું તેનું માસ્કીલ: પ્રાર્થના)

1 હું મોટે સાદે પ્રભુને પોકારું છું; હું ઉચ્ચ સ્વરે પ્રભુને આજીજી કરું છું.

2 હું તેમની સમક્ષ મારી હૈયાવરાળ ઠાલવું છું. હું તેમને મારી વેદના જણાવું છું.

3 મારો આત્મા હતાશ થઈ જાય ત્યારે તમે મને માર્ગદર્શન આપો છો; મારા શત્રુઓએ તો મારા માર્ગમાં મારે માટે ફાંદા સંતાડયા છે.

4 હે ઈશ્વર, મારા જમણા હાથ તરફ જુઓ; મારી પડખે મને ઓળખનાર કોઈ નથી; મારે માટે કોઈ આશ્રયસ્થાન પણ નથી, અને મારી દરકાર કરનાર કોઈ નથી.

5 હે પ્રભુ, હું તમને પોકાર કરીને કહું છું કે, “તમે જ મારા આશ્રય છો, જીવંતજનોની આ દુનિયામાં તમે જ મારું સર્વસ્વ છો.”

6 સહાય માટેના મારા પોકાર પ્રત્યે ધ્યાન આપો; કારણ, મારી ભારે દુર્દશા થઈ છે. મને સતાવનારાઓના હાથમાંથી મને છોડાવો; કારણ, તેઓ મારા કરતાં ઘણા બળવાન છે.

7 મને આ કેદમાંથી મુક્ત કરો; જેથી હું તમારા નામની આભારસ્તુતિ કરું; પછી નેકજનો મને વીંટળાઈ વળશે. કારણ, તમે મારી સાથે ભલાઈથી વર્તશો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan