Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 141 - પવિત્ર બાઇબલ C.L.


દુષ્ટતાનાં આકર્ષણોથી બચવા પ્રાર્થના
(દાવિદનું ભજન)

1 હે પ્રભુ, હું તમને પોકારું છું: સત્વરે મારી મદદે આવો; હું વિનંતી કરું, ત્યારે મારો પોકાર સાંભળો.

2 મારી પ્રાર્થનાને તમારી સંમુખ ધૂપ સમાન અને મારા પ્રસારેલા હાથોને સંયાકાળના અર્પણ સમાન સ્વીકારો.

3 હે પ્રભુ, મારા મુખ પર ચોકી મૂકો, અને મારા હોઠના દ્વાર પર રખેવાળ મૂકો.

4 હું દુરાચારીઓના સંગમાં ભળીને ભૂંડા કાર્યો કરવા ન લાગુ તે માટે મારા દયને દુષ્ટતા તરફ વળવા ન દો; મને એમની મિજબાનીનાં મિષ્ટાન્‍ન ખાતાં ય રોકો.

5 નેકજન પ્રેમથી ભલે મને ઠપકો આપે કે શિક્ષા કરે; પરંતુ હું દુષ્ટોનું સન્માનરૂપી અત્તર કદી સ્વીકારીશ નહિ. કારણ, હું તેમનાં દુષ્ટ કાર્યો વિરુદ્ધ નિત્ય પ્રાર્થના કરું છું.

6 જ્યારે તેમના શાસકોને પર્વતની કરાડ પરથી નીચે ફેંકી દેવામાં આવશે, ત્યારે લોકો સ્વીકારશે કે મારા શબ્દો સાચા છે.

7 લાકડાં ફાડીને તેમના નાના કકડા કરવામાં આવે છે, તેમ મૃત્યુલોક શેઓલના મુખ પાસે તેમનાં હાડકાં વેરાશે.

8 પરંતુ હે પ્રભુ પરમેશ્વર, મારી આંખો તો તમારા પર મંડાયેલી છે; મેં તમારું શરણ સ્વીકાર્યું છે, તેથી મારા આત્માને રક્ષણ વિનાનો ન રાખો.

9 મારે માટે તેમણે ગોઠવેલા ફાંદાથી અને દુરાચારીઓની જાળથી મારી રક્ષા કરો.

10 દુષ્ટો પોતાની જ જાળમાં સપડાઈ જાઓ, અને તે દરમ્યાન હું જાતે બચી જાઉં.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan