ગીતશાસ્ત્ર 133 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુના લોકમાં એક્તા (આરોહણનું ગીત: દાવિદનું) 1 પ્રભુના લોક એક્તામાં રહે તે કેવું ઉત્તમ અને આનંદદાયક છે! 2 એવી એક્તા તો આરોનના શિરથી દાઢી પર, અને દાઢી પરથી તેના ઝભ્ભાના કોલર પર ઊતરતા અભિષેકના તેલ જેવી મૂલ્યવાન છે. 3 એવી એક્તા તો હેર્મોન પર્વત પરથી સિયોનની ટેકરીઓ પર પડતા ઝાકળ જેવી છે. પ્રભુ આશીર્વાદ એટલે સાર્વકાલિક જીવન ત્યાં સિયોનમાં જ પ્રદાન કરે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide