ગીતશાસ્ત્ર 13 - પવિત્ર બાઇબલ C.L.સંકટમાં સહાય માટે પ્રાર્થના (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) 1 હે પ્રભુ, શું તમે મને કાયમને માટે વીસરી જશો? ક્યાં સુધી તમે મારાથી તમારું મુખ છુપાવશો? 2 ક્યાં સુધી હું મનોમંથન કર્યા કરીશ, અને મારું હૃદય વેદનાથી રીબાયા કરશે? ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર પ્રબળ થયા કરશે? 3 હે પ્રભુ, મારા ઈશ્વર, મારી તરફ લક્ષ દઈને મને ઉત્તર દો; મારી આંખોને સતેજ કરો; જેથી હું મૃત્યુનિદ્રામાં પોઢી જાઉં નહિ. 4 મારા શત્રુઓને એમ કહેવા ન દો કે, “અમે તેના પર જીત પામ્યા છીએ,” અને મારા પતનમાં તેમને હર્ષ પામવા ન દો. 5 પરંતુ, હું તમારા પ્રેમ પર વિશ્વાસ રાખું છું; મારું હૃદય તમારા ઉદ્ધારથી હર્ષનાદ કરશે. 6 હે પ્રભુ, હું તમારી આગળ સ્તુતિનાં ગીત ગાઈશ; કારણ, તમે મારા પ્રત્યે ઉદારતા દાખવી છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide