Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 128 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુના સંનિષ્ઠ ભક્તોને આશિષ
(આરોહણનું ગીત)

1 પ્રભુનો આદરયુક્ત ડર રાખનારને અને તેમના માર્ગમાં ચાલનારને ધન્ય છે.

2 તું તારા હાથના પરિશ્રમનાં ફળ ખાશે; તું સુખી થશે, તારું કલ્યાણ થશે.

3 તારા ઘરની અંદર તારી પત્ની ફળવંત દ્રાક્ષવેલા સમાન થશે. જેમ ઓલિવવૃક્ષ પર ઘણાં ફળ થાય છે, તેમ ભોજન સમયે તારી આસપાસ તારા ઘણાં સંતાન હશે.

4 પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર એવી આશિષ અપાશે.

5 પ્રભુ પોતાના નિવાસ સિયોનમાંથી તને આશિષ આપો. તું તારા આયુષ્યના સર્વ દિવસો દરમ્યાન યરુશાલેમની આબાદી જોવા પામશે;

6 અને તું તારાં સંતાનોનાં સંતાન જોશે; ઇઝરાયલી લોકનું કલ્યાણ થાઓ!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan