ગીતશાસ્ત્ર 127 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુની ભલાઈની પ્રશંસા (આરોહણનું ગીત: શલોમોનનું) 1 જો પ્રભુ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો પરિશ્રમ મિથ્યા છે; જો પ્રભુ નગરનું રક્ષણ ન કરે; તો ચોકીદારનો પહેરો ભરવો વ્યર્થ છે. 2 તમારું વહેલા ઊઠવું અને મોડા સૂવું અને ખોરાક માટે કઠોર પરિશ્રમ કરવો એ પણ વ્યર્થ છે. કારણ, ઈશ્વર પોતાનાં પ્રિયજનોની તેઓ ઊંઘતા હોય તો પણ તેમની દરકાર લે છે. 3 બાળકો તો પ્રભુ તરફથી મળેલો વારસો છે; સંતાનો તો તેમના તરફથી મળેલું પ્રતિદાન છે. 4 યુવાવસ્થામાં જન્મેલ પુત્રો યોદ્ધાના હાથમાંના તીર જેવા છે. 5 જેનો ભાથો આવા પુત્રોથી ભરેલો છે તેને ધન્ય છે. જ્યારે તે નગરસભામાં પોતાના શત્રુઓ સાથે વિવાદમાં ઊતરશે, ત્યારે તે પરાજયથી લજ્જિત થશે નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide